અમદાવાદમાં વધુ એક કોર્પોરેટર કોરોનાની મહામારીમાં સંક્રમિત થયા છે. અમદાવાદના ઇન્દુપુરી વોર્ડના અને રબારી કોલોનીમાં વિષ્ણુનગરમાં રહેતા 50 વર્ષીય કોર્પોરેટર શૈલેષ પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શૈલેષ પેટેલને સારવાર માટે એસ.વી.પી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ વોર્ડમાં મ્યુનિસિપલ અધિકારીઓ સાથે કોરેન્ટાઇન ઝોનમાં સેવામાં સતત કાર્યરત રહેલા શૈલેષ પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવતા અત્યારે એસ.વી.પી હોસ્પિટલમાં સારવાર અંગે ખસેડાયા છે.
ઇન્દુપુરી વોર્ડની CTM ખાતે આવેલી મુનિસિપલ ઝોનલ ઓફિસના 3 ઉચ્ચ અધિકારીઓ પણ કોરોના જેવી મહામારીની ઝપેટ માં આવતા હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.