ભારતમાં પ્રથમ વખત અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1ના અંદર આવવાના ગેટ ખાતે ખાનગી કંપનીએ બેગેજ સેનિટાઈઝેશન એન્ડ રેપિંગ મશીન લગાવ્યું છે. પેસેન્જરો લગેજને આ મશીનની મદદથી અલ્ટ્રા વાયોલેટ કિરણોથી સેનિટાઈઝ કરવાની સાથે તેઓ પોતાના લગેજને પોલિથિનનું પેકિંગ કરાવી શકશે. આ માટે રૂ.80 સુધીનો ચાર્જ પણ પેસેંજરે ચૂકવવો પડશે. DRM દીપકકુમાર ઝાએ જણાવ્યું છે કે, અત્યાર સુધી એરપોર્ટ પર આ સુવિધા હતી.લગેજ આ ટનલ માથી પસાર થતા સેનિતાઇઝ થઈ જશે.
આ પ્રમાણે નો ચાર્જ ગ્રાહકે ચૂકવવો પડશે
- વજન સેનિટાઈઝ રેપિંગ- સેનિટાઈઝ
10 કિલો સુધી 10 રૂપિયા 60 રૂપિયા
25 કિલો સુધી 15 રૂપિયા 70 રૂપિયા
25 કિલોથી વધુ 20 રૂપિયા 80 રૂપિયા