ઝારખંડની રાજધાની રાંચીમાં તબલિગી જમાતના લોકો વિશે એક ચોકાવનારી ઘટના સામે આવી છે. ક્વોરન્ટાઇન સેન્ટરને તબલિગી જમાતના લોકોએ અડ્ડો બનાવી દીધો હતો પરિણામે ત્રણ તબલિગી મહિલા ગર્ભવતી થઇ હતી.તેમજ ત્રણેય મહિલા વિદેશી છે. આ ઘટના પ્રકાશમાં આવતાં સ્થાનિક વહીવટી તંત્ર ને ઝટકો લાગ્યો હતો
સરકારના નિવેદન અનુસાર ક્વોરન્ટાઇન સેન્ટરમાં આ લોકોને રાખવાનુ મુખ્ય કારણ જ એ હતું કે સામાજિક અંતર જળવાઇ રહે. તેમ છતા ત્રણ વિદેશી મહિલા પ્રેગનન્ટ થઇ હોય તો એનો અર્થ એ કે આ લોકોએ સોશ્યલ ડિસ્ટીન્સીંગનો ભંગ કર્યો હતો. હવે ઝારખંડ માં રાંચી જિલ્લાના ઉપાયુક્તે આ આખી ઘટનાની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે એક વધારે કલેક્ટરને આ ઘટનાની તપાસ કરવાની જવાબદારી સોંપી હતી. આ કલેક્ટર ક્વોરન્ટાઇન સેન્ટરના સંચાલકને પૂછપરછ કરશે કે કયા સંજોગોમાં સોશ્યલ ડિસ્ટન્સીંગનો ભંગ થયો હતો.
ઝારખંડ હાઇકોર્ટના વરિષ્ઠ વકીલોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે ક્વોરન્ટાઇન દરમિયાન મહિલાઓ ગર્ભવતી થઇ હોય તો એ લોકોએ મહામારી રોગ અધિનિયમ 2020નો ભંગ કર્યો છે એટલે તેમની સામે અધિનિયમની કલમ 2 (3) હેઠળ ક્રીમીનલ કેસ થઇ શકે છે. એ જ રીતે ક્વોરન્ટાઇન સેન્ટરના સંચાલક સામે પણ બેદરકારી દાખવવાનો કેસ કરવામાં આવશે.
અત્રે એ યાદ કરવા જેવું છે કે વીઝાના નિયમોનો ભંગ કરવા બદલ અને લૉકડાઉનના નિયમોનું પાલન નહીં કરવા બદલે રાંચીમાં 17 વિદેશી તબલિગી જમાતીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. એ લોકોની ધરપકડ કરીને એ લોકોને ખેલગાંવ ક્વોરન્ટાઇન સેન્ટરમાં ધકેલી દેવાયા હતા. આ બધા 30મી માર્ચથી ક્વોરન્ટાઇન સેન્ટરમાં હતા. ત્યાંથી 20મી મેએ એ બધાને બીરસા મુંડા સેન્ટ્રલ જેલમાં મોકલવા આવ્યા હતા. ઝારખંડ હાઇકોર્ટે એે લોકોના જામીન મંજૂર કર્યા અને એે લોકો સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યા ત્યારે ખબર પડી કે ત્રણ વિદેશી મહિલાઓ ગર્ભવતી હતી.
જેલની બહાર આવ્યા બાદ આ સત્તરે સત્તર તબલિગી જમાતીઓ હજુ રાંચીમાં છે. એમાંના નવ પુરુષો એક મકાનમાં સાથે રહે છે જ્યારે ચાર દંપતીઓ અન્ય સ્થળે રહે છે.