અમદાવાદ માં ખંડણી ના કેસના આરોપી PSI શ્વેતા જાડેજાએ આરોપી કેનલ શાહ પાસેથી ફેબ્રુઆરી મહિનાના 6 જ દિવસમાં 34 લાખ રૂપિયા લીધા હોવાના પુરાવા પોલીસે એકઠા કર્યા છે. આ ઉપરાંત 1.20 લાખ રૂપિયાનો મોબાઈલ ફોન પણ લીધો હોવાનું સાબિત થયું છે. જ્યારે આ જ 6 દિવસના ગાળામાં શ્વેતાએ તેના બનેવી દેવેન્દ્ર ઓડેદરાને આંગડિયા મારફતે કેનલના રૂ.34 લાખ તેમ જ બીજા રૂ.10 લાખ મળીને કુલ રૂ.45.12 લાખ મોકલ્યા હોવાનો ઘટસ્ફોટ પોલીસ તપાસમાં થયો છે.
કેનલ શાહ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની 2 ફરિયાદ થઇ હતી. જેમાં તેની પાસા હેઠળ ધરપકડ નહીં કરવા માટે મહિલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ તેવા પીએસઆઈ શ્વેતા જાડેજા એ રૂ.35 લાખ રૂપિયાની ખંડણી લીધા હોવાની ફરિયાદ કેનલે ક્રાઈમ બ્રાંચમાં કરી હતી. જેના આધારે આ કેસની તપાસ
એસઓજીના એસીપી બી.સી.સોલંકીને સોંપવામાં આવી હતી.