આજે સોમવતી અમાસ છે ત્યારે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા નર્મદા નદીના કિનારે આવેલા શૂલપાણેશ્વર મહાદેવના મંદિરે આવ્યા હતા. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ અહીં મહાદેવની પૂજા કરી તેઓએ પોતાની 22 વર્ષની પરંપરા ને સાચવી હતી. પુજા કર્યા બાદ રાજ્યની સ્કૂલો ખોલવા મુદ્દે એક મહત્વનુ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, સરકાર શાળાઓ ખોલવા કોઈ ઉતાવળ નહીં કરે અને ફી વધારે લેનારા સામે અમે કડક પગલાં લઈશું, બાળકોની સ્વાસ્થ અને જીવન મહત્વનું છે.
શૂલપાનસેશ્વર મહાદેવની પૂજા કર્યા બાદ આ પ્રસંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમા જણાવ્યું હતું કે, કોરોના કાળમાં પણ શિક્ષણ બંધ રહ્યું નથી. વડાપ્રધાનના જણાવ્યા પછી તરત જ ઓનલાઈન શિક્ષણની શરૂઆત કરી છે. 22 માર્ચથી સતત આખું વેકેશન વિદ્યાર્થીઓને અમે ઘરકામ આપ્યું છે. અમારા CRC, BRC, ડીપીઓ, ડીઓ દ્વારા વિદ્યાર્થીના વાલીના સ્માર્ટફોન થકી વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપ્યું છે, અમે શિક્ષણ કાર્ય બંધ રાખ્યું નથી.
ત્યારબાદ 8 જૂનથી શાળા કાર્ય શરૂ થયું પરંતુ અમે વિદ્યાર્થીઓને બોલાવ્યા નથી ખાલી શિક્ષકોને બોલાવ્યા છે. વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો પહોંચાડવાનું કામ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. કોઈ જગ્યાએ તકલીફ પડી હોય ત્યાં શિક્ષકોએ જાતે જઈને વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો પહોંચાડ્યા છે, જેથી શિક્ષણ કાર્ય અવિરત ચાલુ રહ્યું છે. બીજા રાજ્યોમાં 15 સપ્ટેમ્બરે શાળા ચાલુ થવાની છે આ મુદ્દે શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, અમે જાણકાર નથી કે મનોચિકિત્સક કે પીડિયાટ્રિક નથી. જેથી બાળકો માટે શું કરી શકાય તે માટે ટીમ બનાવી છે અને રાજ્યના 30 જેટલા તજજ્ઞોની મદદ લેવાઈ છે. જેમાં મનોચિકિત્સક પીડિયાટ્રિક વગેરેનો સમાવેશ થાય છે. આ તમામના વેબીનારમાં મંતવ્યો લીધા છે.
ગત ગુરુવારે માત્ર રાજ્યના કેળવણીકારો પોતાના જીવનમાં 35 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કામ કરી રહ્યા છે. લગભગ બધાના મતે નક્કી કરવામાં આવ્યું છે કે અત્યારે શાળા ખોલવાની ઉતાવળ ના કરવી જોઈએ, જયારે જનજીવન સામાન્ય થાય અને આરોગ્ય વિભાગની સલાહ સુચનબાદ શાળા ખોલવા બાબતનો નિર્ણય લેવાશે. કારણ કે બાળકનું જીવન અને તેમનું સ્વાસ્થ્ય અમારા માટે મહત્વનું છે, એને ધ્યાને લઈને શાળા ખોલવાનું નિર્ણય લેવાશે.
ભુપેન્દ્ર સિંહ ચુડાસમા એ ફી વધારા મુદ્દે એમને જણાવ્યું હતું કે જ્યાં જ્યાં ફરિયાદ મળી છે ત્યાં અમે પગલાં લીધા છે. DPO દ્વારા પગલાં લેવામાં આવ્યા છે છતા જ્યાં કનેક્ટિવિટી નથી ત્યાં અમારા શિક્ષકોએ જઈને વાલીઓને મળીને પાઠ્યપુસ્તકો આપ્યા છે. સિલેબસ બાબતે જણાવ્યું હતું કે, રાજ્ય પાઠ્યપુસ્તકને અમે કામગીરી સોંપી છે. નવમા ધોરણના એટલો જ અભ્યાસક્રમ રાખવામાં આવે કે જે 10માં ધોરણમાં તેનો ઉપયોગમાં આવે. અને જો દસમાં ધોરણમાં તેને ઉપયોગમાં ના આવવાનો હોય તો નવમા ધોરણમાં ન રાખવામાં આવે 20થી 25 ટકા જેટલું જ શિક્ષણના અભ્યાસક્રમ રાખવાનો નિર્ણય લેવાયો છે. 1થી 8માં પણ કમિટીની રચના કરી છે, તેમાં શું રાખવું શું કાપવું એનો અમે નિર્ણય પછી લેશું.