આવતી કાલથી ગુજરાતના આ શહેરમાં અપાયુ 10 દિવસનું લોકડાઉન, બપોરે 1 વાગ્યા પછી તમામ ધંધા-રોજગાર બંધ

ગુજરાત ના પાટણ માં પાંચ એપ્રિલના રોજ પ્રથમ કોરોના કેસ નોંધાયો હતો.ત્યારબાદ અત્યાર સુધીમાં પાટણ જિલ્લામાં કોરોનાનાં 427 કેસ નોંધાયા છે. ત્યારે જિલ્લામાં 20 લોકોએ આ મહામારીના કારણે જીવ ગુમાવ્યો છે. માત્ર પાટણ શહેરમાં જ અત્યાર સુધીમાં 240 કેસ નોંધાયા છે. પાટણમાં કોરોના સંક્રમણ વધતા નગરપાલિકાએ એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમા આવતીકાલથી પાટણ જિલ્લામાં 1 વાગ્યા સુધી જ દુકાનો ખોલી શકાશે. 1 વાગ્યા બાદ તમામ બજારો અને દુકાનો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

કોરોના સંક્રમણ વધતા નગરપાલિકાએ આ નિર્ણય લીધો છે. આવતીકાલથી પાટણમાં 1 વાગ્યા સુધી જ દુકાનો ખુલશે. 31 જુલાઈ સુધી તમામ ધંધા-રોજગારનો સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી પાટણ શહેરમાં 240 કેસ નોંધાયા છે.

પાટણ નગર પાલિકા ખાતે કોરોનાને લઈ અગત્યની મિટિંગ થઈ હતી. જેમાં પાટણ શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે આ બેઠક મળી હતી. બેઠકમાં પાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. જેમા આવતી કાલથી તારીખ 22-7 થી 31-7 સુધી તમામ ઘઘાં રોજગાર બપોર 1 વાગ્યા બાદ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના સંક્રમણને અટકાવવા 10 દિવસનું બપોર બાદ સ્વૈચ્છીક લોકડાઉન આપવામાં આવ્યું છે. પાટણ શહેરમાં કોરોનાના અત્યાર સુધી 240 કેસ નોંધાયા છે

શરતો આ મુજબ

તમામ ઘઘાં રોજગાર બપોર 1 વાગ્યા બાદ રહેશે બંદ
ઘરમાં સંઘરાખોરી કરવાની જરૂર ન હોવાની અપીલ
દરેક શહેરીજનને જરૂર પૂરતી જ ચીજવસ્તુઓની ખરીદી કરવાની
ખરીદી કરવા આવેલા લોકએ 6 ફૂટનું અંતર રાખવું તેમજ માસ્ક પહેરવું ફરજિયાત
ખરીદી બાદ ઘરે જઇને હાથ ધોવા- કપડાં બદલવા- નહાવા માટેની અપીલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *