હ્યુન્ડાઇની પ્રથમ ઇલેક્ટ્રિક કાર ભારતમાં આવવા તૈયાર છે આ કારનું નામ કોના છે. આ કારનું પ્રૉડક્શન મૉડલ 2018 જિનીવા મોટર શોમાં અનવીલ કરવામાં આવ્યુ હતું. 2018 ઇન્ડિયન ઓટો એક્સપોમાં તેનું કૉન્સેપ્ટ વર્ઝન રજૂ કરવામાં આવ્યુ હતું. ભારતમાં કોના ઇલેક્ટ્રીક કાર 2019મા આવી શકે છે. ફુલ ચાર્ઝ પર તેની રેન્જ 300 કિલોમીટરની હશે. આ કારમાં 39.5 કિલોવોટ લિથિયમ આયર્ન બેટરી છે. આ ગાડી 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ 9.3 સેકન્ડમાં પકડી શકે છે. ગાડીની ટૉપ સ્પીડ 167 કિલોમીટર પ્રતિ કલાક હશે.
બેટરીને ફુલ ચાર્ઝ થવામાં 6 કલાક લાગશે. 80 ટકા ચાર્ઝિગ ફાસ્ટ ચાર્ઝર દ્વારા માત્ર એક કલાકમા જ થઇ જશે. આ સીકેડી રૂટસ એટલે કે સંપૂર્ણપણે બિલ્ટ યૂનિટ તરીકે ભારતમાં આવી શકે છે. ભારતમાં તેની કિંમત લગભગ 25 લાખ રૂપિયા હોઇ શકે છ. ઇન્ટરનેશનલ માર્કેટમાં કોના ઇલેક્ટ્રિક એસયૂવી મોટી 64 કિલોવૉટની બેટરી સાથે આવે છે. આ બેટરી 211 પીએસનો પૉવર અને 470 કિલોમીટરની રેન્ડ આપે છે.
આ ગાડીમાં 17 ઇન્ચનાં અલૉય વ્હીલ છે. આ સાથે જ એરોડાયનામિકલી ડિઝાઇન્સ બમ્પર અને સ્પોઇલર પણ આપવામા આવ્યા છે. આ કારમાં આજે ડિઝિટલ ઇન્સ્ટુમેન્ટ ક્લસ્ટર, હેડ અપ ડિસ્પ્લે અને 7 ઇન્ચનું ટચસ્ક્રીન ઇન્ફોનટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવ્યુ છે. સુરક્ષાના હિસાબે આ કારમાં અડેપ્ટિવ ક્રુઝ કંટ્રોલ, લેન કિપ આસિસ્ટ, રિયર ક્રોસ ટ્રાફિક એલર્ટ અને ઓટોમેટિક ઇમર્ઝન્સી બ્રેકિંગ વગેરે આપવામા આવ્ું છે.
લોન્ચ થયા બાદ ભારતમાં કોના ઇલેક્ટ્રીક કારનું સીધી રીતે કોઇ કંપની સાથે મુકબલો નથી. જોકે, કિંમતનાં હિસાબે તેનો જીપ કંમ્પસ, નવી આવનારી હોન્ડા સીઆર-વી, ફોક્સવેગન ટિગુઆન કારો સાથે મુકાબલો થઇ શકે છે.