વોટસને ની ધમાકેદાર બેટિંગ, ફટકારી IPL સૌથી ઝડપી સદી

ચેન્નઈ સુપર કિંગ્સના વિસ્ફોટક ઓપનર બેટ્સમેન શેન વોટસન એકવાર ફરીથી પોતાના જૂના રંગમાં જોવા મળ્યો. શેન વોટસને રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ આઈપીએલની ૧૧મી સિઝનની મેચમાં ધમાકેદાર સદી ફટકારી. તેણે આ સિઝનની બીજી અને પોતાની પહેલી સદી ફટકારી હતી. શેન વોટસને ૫૭ બોલમાં ૧૦૬ રન બનાવ્યા હતા. અને ત્યારબાદ તે છેલ્લી ઓવરના પાંચમા્ં બોલ પર લોફલિનન શિકાર બન્યો.

રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને ચેન્નઈ સુપરકિંગની ટીમ તરફથી શેન વોટસન ઓપનિંગ માટે ઉતર્યો હતો. ઓસ્ટ્રેલિયાનો પૂર્વ ઓલરાઉન્ડર વોટસને ધમાકેદાર અંદાજમાં બેટિંગ કરીને છગ્ગા સાથે ૨૮ બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી. તેણે પોતાની સદી ૫૧ બોલમાં પુરી કરી હતી. શેન વોટસને ૫૭ બોલની પોતાની ઈનિંગમાં ૯ ચોગ્ગા અને ધમાકેદાર ૬ છગ્ગા ફટકાર્યા હતા. વોટસનની
આ શાનદાર ઈનિંગના કારણે જ ચેન્નઈની ટીમ ૫ વિકેટના નુકસાને ૨૦૪ રનનો સ્કોર બનાવી શકી હતી.

તોડ્યો ક્રીસ ગેઈલ નો રેકોર્ડ

શેન વોટસન પહેલા ક્રિસ ગેઈલે કિંગ્સ ઈલેવન પંજાબ ટીમ તરફથી રમતા ૫૮ બોલમાં સદી ફટકારી હતી, જે આઈપીએલની ૧૧મી સિઝનની પહેલી સદી હતી.શેન વોટસને એકવાર ફરીથી ગેઈલનો રેકોર્ડ તોડી નાખ્યો અને ૫૧ બોલમાં સદી પૂરી કરી. આ વોટસનના IPL કરિયરની ત્રીજી સદી છે.

આ સાથે જ તેણે આઈપીએલમાં પોતાનો બેસ્ટ સ્કોર પણ બનાવી લીધો હતો. વોટસને ૨૦૧૫માં રાજસ્થાન રોયલ્સ માટે રમતા કલકત્તા વિરુદ્ધ અણનમ ૧૦૪ અને 2013માં ચેન્નઈ સુપર કિંગ્સની વિરુદ્ધ ૧૦૧ રનની ઈનિંગ રમી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *