‘વિરાટ કોહલી રોહિત શર્મા માટે મોટી સમસ્યા બની ગયો છે!’

ઓસ્ટ્રેલિયાના જાણીતા પૂર્વ ક્રિકેટર ઇયાન ચેપલનું કહેવું છે કે ટેસ્ટ ક્રિકેટમાં હજુ સુધી રોહિત શર્મા એવું કંઈ કરી શક્યો નથી કે જેનાથી દરેક ફોર્મેટમાં શાનદાર ક્રિકેટર હોવાનું સાબિત કરી શકે. ચર્ચા છે કે રોહિત શર્મા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પાછળ છોડી શકે છે પણ આવું માત્ર લિમિટેડ ઓવર્સના ફોર્મેટમાં જ શક્ય છે. હાલ તો આવું માત્ર વન ડે ક્રિકેટમાં જ શક્ય છે.

એવું ઘણીવાર સાંભળવા મળ્યું છે કે, રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને પાછળ છોડી શકે છે પણ આવું માત્ર લિમિટેડ ઓવર્સના ફોર્મેટમાં જ શક્ય છે જ્યારે ટીમ ઈન્ડિયા બ્લૂ જર્સીમાં હોય. ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્મા એવીકોઈ ખાસ કમાલ કરી શક્યો નથી. થોડા મહિના પહેલા જ સાઉથ આફ્રિકામાં રમાયેલી ટેસ્ટ સીરીઝમાં પણ રોહિત શર્મા સતત નિષ્ફળ રહ્યો હતો. ટૂંકમાં ટેસ્ટ ક્રિકેટમાં હજુ સુધી રોહિત એવું કંઈ કરી શક્યો નથી કે, જેનાથી કહી શકાય કે તે દરેક ફોર્મેટમાં શાનદાર ક્રિકેટર હોવાનું સાબિત કરી શકે.

આમ તો, રોહિત શર્માની ફેન ફોલોઈંગ બહુ મોટી છે અને તેમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર ઈયાન ચેપલના નામનો પણ સમાવેશ થાય છે. રોહિત શર્માના ટેસ્ટ ક્રિકેટમાં નિરાશાજનક પ્રદર્શનથી ચેપલ દુ:ખી છે. તેમનું માનવું છે કે, રોહિત શર્મા માટે સૌથી મોટી સમસ્યા વિરાટ કોહલી છે. એક રિપોર્ટ અનુસાર ચેપલે કહ્યું કે, ‘રોહિત શર્માને લઈને હું ઘણો નિરાશ છું. જ્યારે મેં તેને પહેલીવાર 2007-08માં ઓસ્ટ્રેલિયામાં એક ટૂર્નામેન્ટમાં જોયો હતો ત્યારે મને હતું કે, તે ક્રિકેટના દરેક ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરશે.’

ચેપલે કહ્યું કે, ‘રોહિત લિમિટેડ ઓવર્સમાં સારું રમે છે પણ ટેસ્ટ ક્રિકેટમાં તેણે નિરાશ કર્યા છે. તેણે ટેસ્ટમાં જે પ્રકારનું પ્રદર્શન કર્યું છે તેને જોઈને હું ખૂબ જ હેરાન છું. હું એ જોઈને પણ આશ્ચર્યમાં છું કે, કોહલીની બેટિંગ રોહિત માટે એક સમસ્યા છે.’

મળેલ અહેવાલ અનુસાર ચેપલે કહ્યું કે, ‘હું રોહિત શર્માની સ્થિતિ ગોર્ડન ગ્રિનિડ્ઝ અને વિવિયન રિચર્ડ્સ જેવી જોઉ છું. ગોર્ડન નહોતા જાણતા કે, તે કેટલા સારા ખેલાડી છે. તે ખૂબ સારું રમતા હતા પણ જ્યારે રિચર્ડ આવતા હતા, બધી પબ્લિસિટી તે જ લઈ જતા હતા અને એક ખેલાડી તરીકે ગોર્ડનની ઈમેજને નાની બનાવી દેતા હતા. હું આશા રાખું છું કે, આ વાત થોડી હદે રોહિતના દિમાગમાં આવે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *