આઈપીએલ ૧૧ ની આ સીઝન માં કોલકાતા અને ચેન્નાઈ વચે રમાયેલ આ મુકાબલા માં ચેન્નાઈ ની ટીમે ૫ વિકેટે શાનદાર જીત મેળવી લીધી હતી. આ મેચ માં સેમ બીલીન્ગ્સે ધમાકેદાર બેટિંગ કરીને ૨૩ બોલ્લ માં ૫૬ રન ૨ બાઉન્ડ્રી અને ૫ સિક્સર ફટકારી હતી. ત્યાર બાદ રવીન્દ્ર જાડેજાએ સિક્સર ફટકારીને ચેન્નાઈ સુપર કિંગ ને શાનદાર જીત અપાવી હતી.બીજી તરફ કોલકાતા તરફ થી એન્ડ્રુ રસેલની તોફાની બેટિંગ એળે ગયી હતી, એન્ડ્રુ રસેલે ૩૬ બોલ માં ૮૮ રન ૧ બાઉન્ડ્રી અને ૧૧ સિક્સર ફટકારી હતી. ચેન્નાઈ અને કોલકાતા ની આ મેચ ચેન્નાઈ ના ચિદમ્બરમ સ્ટેડીયમ માં રમયી હતી.
ઉલ્લેખનીય છે કે, આ સીઝનની ઓપનિંગ મેચમાં ચેન્નઈએ એક ખૂબ જ રોમાંચક મેચમાં ગત વખતની વિજેતા મુંબઈ ઈન્ડિયન્સને એક વિકેટે હરાવી હતી. જ્યારે કોલકાતાએ તેની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર જેવી શક્તિશાળી ટીમને હરાવી હતી.
ચેન્નઈ બે વર્ષ બાદ IPLમાં પાછી ફરી છે અને તેને વિજયી શરૂઆત મળી છે. બીજી બાજુ નવા કેપ્ટન દિનેશ કાર્તિકની આગેવાનીમાં KKRની ટીમમાં નવા જુસ્સાનો સંચાર થયો હોય તેવું દેખાઈ રહ્યું છે. ચેન્નઈના મુખ્ય ખેલાડીઓની વાત કરીએ તો તેની પાસે શેર વોટસન જેવો ઓલરાઉન્ડ, સુરેશ રૈના, અંબાતી રાયડૂ, ડ્વેન બ્રાવો અને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની જેવી ટી20ના નિષ્ણાત બેટ્સમેનો અને હરભજન, રવિન્દ્ર જાડેજા જેવા અનુભવી બોલરો છે. બીજી બાજુ કોલકાતા પાસે સુનીલ નારાયણના રૂપમાં ખતરનાક ઓલરાઉન્ડર, ક્રિસ લિન, રોબિન ઉથપ્પા, કેપ્ટન દિનેશ કાર્તિક, આન્દ્રે રસેદ જેવા પાવર હિટર્સ અને પીયૂષ ચાવલા તથા મિચેલ જ્હોન્સન જેવા જાણીતા બોલર્સ છે.
ચેન્નઈમાં CSKનો ટ્રેક રેકોર્ડ ખૂબ જ સારો રહ્યો છે જે તેના માટે પ્લસ પૉઈન્ટ સાબિત થઈ શકે છે. સંયોગની વાત એ છે કે, દિનેશ કાર્તિક લોકલ બોય છે જે કોલકાતા માટે રમી રહ્યો છે જ્યારે ધોની ચેન્નઈનો નથી છતા તેને અહીં લોકલ બોય કરતા પણ વધુ સપોર્ટ મળી રહ્યો છે. ચેન્નઈની ઘરાંગણે જીતની ટકાવારી 80 ટકા રહી છે. આ ઉપરાંત બંને ટીમો વચ્ચે રમાયેલી 18 મેચોમાં પણ CSKનો દબદબો રહ્યો છે અને 10 મેચો જીતી છે, જ્યારે કોલકાતા 6 મેચ જ જીતી શકી છે અને 1 મેચ અનિર્ણિત રહી છે.
– ચેન્નઈએ પાંચમી વિકેટ ગુમાવી, સેમ બિલિંગ્સ 56 રન બનાવી આઉટ 18.4 ઓવરમાં CSK 184 રન, 8 બોલમાં 19 રનની જરૂર
– સેમ બિલિંગ્સે 21 બોલમાં હાફ સેન્ચુરી પૂરી કરી, ચેન્નઈ જીત માટે 11 બોલમાં 26 રનની જરૂર
– ધોની 25(28) રન બનાવી આઉટ, ચેન્નઈ મુશ્કેલીમાં 16.3 ઓવરમાં ચાર વિકેટે 155, જીત માટે 21 બોલમાં 48 રનની જરૂર
– રોમાંચક તબક્કામાં પહોંચી મેચ, 15 ઓવર બાદ ચેન્નઈ 3 વિકેટે 145 રન, ધોની 23(23), સેમ બિલિંગ્સ 23(10) રને ક્રિઝ પર
– ચેન્નઈએ ત્રીજી વિકેટ ગુમાવી, સુરેશ રૈના 14 રન બનાવી સુનિલ નારાયણની બોલિંગમાં આઉટ, CSKનો સ્કોર 11.3 ઓવરમાં 3 વિકેટે 101 રન
– ચેન્નઈએ બીજી વિકેટ ગુમાવી, અંબાતી રાયડૂ 39 રન બનાવી કુલદીપ યાદવનો શિકાર, ચેન્નઈ 8.3 ઓવરમાં 2 વિકેટે 85 રન
– ચેન્નઈએ પ્રથમ વિકેટ ગુમાવી, શેન વોટસન 19 બોલમાં 42 રન બનાવી આઉટ, 6 ઓવર બાદ ચેન્નઈનો સ્કોર 1 વિકેટે 75 રન, રાયડૂ 33, રૈના 0 રને ક્રિઝ પર
– ચેન્નઈ માત્ર 3.4 ઓવરમાં ફટકારી દીધા 50 રન
– 203ના ટાર્ગેટ સામે CSKની શાનદાર શરૂઆત, 3 ઓવર બાદ ચેન્નઈ વિના વિકેટે 36 રન, વોટસન 27, રાયડૂ 7 રને રમતમાં
– આન્દ્રે રસેલના 34 બોલમાં 11 છગ્ગાની મદદથી તોફાની 88 રન
– કોલકાતાએ 20 ઓવરમાં 7 વિકેટે 202 રન બનાવ્યા.
– કોલકાતાએ 20 ઓવરમાં 7 વિકેટે 202 રન બનાવ્યા.
– બ્રાવોએ ફેંકેલી 19મી ઓવરના પ્રથમ ત્રણ બોલમાં રસેલે સતત ત્રણ સિક્સ ફટકારી
– 18 ઓવર બાદ કોલકાતાનો સ્કોર 6 વિકેટે 167 રન
– કોલકાતાએ ગુમાવી છઠ્ઠી વિકેટ પડી, કેપ્ટન દિનેશ કાર્તિક 28(25) રન બનાવી આઉટ, શેન વોટસને ઝડપી વિકેટ
– આન્દ્રે રસેલે 23 બોલમાં ફટકારી અર્ધ સદી, ઈનિંગમાં 6 છગ્ગા, એક ચોગ્ગો શામેલ
– રસેલ-કાર્તિકે ડ્વેન બ્રાવોએ ફેંકેલી 17મી ઓવરમાં ત્રણ છગ્ગા વડે 19 રન ફટકાર્યા
– 15 ઓવર બાદ કોલકાતાનો સ્કોર 5 વિકેટે 123 રન, આન્દ્રે રસેલ 20, દિનેશ કાર્તિક 19 રને રમતમાં
– દિનેશ કાર્તિક (14), આન્દ્રે રસેલે સંભાળી કોલકાતાની ઈનિંગ, 12 ઓવર બાદ KKRનો સ્કોર 5 વિકેટે 104
– 10 ઓવરમાં જ KKRની અડધી ટીમ પેવેલિયનમાં, રિંકુ સિંહ 2 રન બનાવી શાર્દુલ ઠાકુરનો શિકાર, કોલકાતા 89/5
– 9 ઓવર બાદ કોલકાતાનો સ્કોર 4 વિકેટે 87 રન, દિનેશ કાર્તિક 5, રિંકૂ સિંહ 1 રને રમતમાં
– ઉથપ્પા 29 રન બનાવી રનઆઉટ, સુરેશ રૈનાના ડાયરેક્ટ થ્રોમાં રનઆઉટ થયો. કોલકાતા સતત બે બોલમાં બે વિકેટો ગુમાવી
– કોલકાતાએ ગુમાવી ત્રીજી વિકેટ, નિતિશ રાણા 16 (14) બનાવી શેન વોટસનની બોલિંગમાં આઉટ, KKRનો સ્કોર 8.1 ઓવરમાં 80/3
– ક્રિસ લિન 22(16) રન બનાવી આઉટ, જાડેજાએ લીધી વિકેટ, કોલકાતાનો સ્કોર 2 વિકેટે 51 રન (5.2 ઓવર)
– ત્રણ ઓવર બાદ કોલકાતાનો સ્કોર એક વિકેટે 33 રન, ક્રિસ લિન 12, રોબિન ઉથપ્પા 8 રને બેટિંગમાં
– કોલકાતાએ ગુમાવી પ્રથમ વિકેટ, સુનીલ નારાયણ 12(4) રન બનાવી આઉટ. હરભજન સિંહે લીધી વિકેટ
– ચેન્નાઈ માર્ક વુડ અને કેદાર જાધવની જગ્યાએ સેમ બિલિંગ્સ અને શાર્દુલ ઠાકુરને આપી તક
– ચેન્નાઈએ જીત્યો ટૉસ, પ્રથમ ફીલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો