કેપ્ટન COOL મહેન્દ્ર સિંહ ધોની પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલ સમારોહ દરમિયાન ભારતીય ક્રિકેટર પૂર્વ કેપ્ટન Caption COOL તરીકે જાણીતા મહેન્દ્ર સિંહ ધોનીને પદ્મભુષણ એવોર્ડ થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ખાસ વાત એ રહી કે, ધોનીને આ સમ્માન તે દિવસે મળ્યો, જે દિવસે ભારતે ૨૦૧૧ નો વર્લ્ડ કપ જીત્યો હતો.

ભારત ના મહેન્દ્ર સિંહ ધોનીએ વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં નુવાન કુલાસેકરાની બોલ પર સિક્સર લગાવી પોતની કેપ્ટનશીપમાં પ્રથમ વખત ભારતને વર્લ્ડ કપ ટાઈટલ અપાવ્યું હતું.

તેના સિવાય સ્નૂકરમાં દેશનું નામ રોશન કરનારા પંકજ અડવાણીને પદ્મ ભૂષણ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ અગાઉ વેટ લિફ્ટર મીરા બાઈ ચાનૂ, ટેનીસ સ્ટાર સોમદેવ વર્મન, સ્વિમર મુરલી પેટકર અને બેડમિન્ટન પ્લેયર શ્રીકાંત કિદામ્બીને પદ્મ શ્રી સમ્માન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, મહેન્દ્ર સિંહ ધોની લેફ્ટનન્ટ કર્નલ ના ગણવેશમાં સમારંભમાં આવ્યા હતા, જ્યારે આ એવોર્ડ મેળવવા માટે તેનું નામ બોલાવવામાં આવ્યું ત્યારે સૈન્યના કર્મચારીઓની જેમ ચાલ્યો હતો. 1 લી નવેમ્બર, 2011 ના રોજ ભારતીય ટેરિટોરિયલ આર્મીએ લેફ્ટનન્ટ કર્નલના માનદનો દરજ્જો મહેન્દ્ર સિંહ ધોનીને આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *