ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ અમિત શાહનો ઇરાદો માત્ર વિશ્વાસ મત જીતવાનો જ નથી, પરંતુ તેઓ એ બે તૃત્યાંશ બહુમતીથી જીતવા માંગે છે. ભાજપના ‘ચાણક્ય’ તેના માટે માત્ર એનડીએ સાથે જોડાયેલા પક્ષોનો જ સંપર્ક સાંધ્યો નથી પરંતુ તેમને બીજા કેટલાંય પક્ષોના નેતાઓ સાથે પણ સંપર્ક કર્યો છે. અમિત શાહ અવિશ્વાસ પ્રસ્તાવને જીત વિપક્ષના ઉત્સાહને ખત્મ કરવા માંગે છે અને તેમનું નૈતિક મનોબળ તોડવા માંગે છે. પાર્ટીએ વિપક્ષ પર પ્રહારો કરવા માટે પ્રખર વકતાઓને પસંદ કર્યા છે અને તેની સમાપ્તિ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. જેમના ભાષણ પર દેશ જ નહીં દુનિયા આખીની નજર હશે.
સાંસદમાં 273 સીટોની સાથે સૌથી મોટી પાર્ટી હોવાથી ભાજપને આ મુદ્દા પર બોલવા માટે સૌથી વધુ સમય મળ્યો છે. લોકસભામાંથી મળેલ માહિતી પ્રમાણે ચર્ચાની વહેંચણી કુલ 7 કલાકમાંથી ભાજપને 3 કલાક 33 મિનિટ અને 48 સાંસદો વાળી કૉંગ્રેસને માત્ર 38 મિનિટ મળી છે.
સૂત્રોએ જણાવ્યું કે અમિત શાહે AIADMK, TRS, BJPનો સંપર્ક કર્યો છે. આ પાર્ટીઓને અપીલ કરી છે કે તેઓ વોટિંગ દરમ્યાન ગેરહાજર રહેવાની જગ્યાએ સરકારના પક્ષમાં મતદાન કરે. અત્યારે સંસદમાં AIADMKના 37 અને ટીઆરએસના 77 અને બીજેડીના 19 એમપી લોકસભામાં છે. સૂત્રોના મતે AIADMK સરકારને સપોર્ટ કરી શકે છે. જ્યારે બીજેડી અને ટીઆરએસ વોટિંગ દરમ્યાન ગેરહાજર રહી શકે છે.
અમિત શાહે ગુરૂવારના રોજ પાર્ટીના ફ્લોર મેનેજર સાથે લાંબી મીટિંગ કરી. તેમણે નિર્દેશ આપ્યો કે જે સાંસદ 19 જુલાઇના રોજ ગાયબ હતા તે 20 જુલાઇના રોજ ચોક્કસ સાંસદ પહોંચે.
ગઇકાલ સુધી શિવસેનાના ચીફે અમિત શાહ સાથે વાત કરી તેવી માહિતી સૂત્રોએ આપી હતી. પરંતુ આજે સામના મુખપત્ર દ્વારા નરેન્દ્ર મોદી સરકાર પર ફરી નિશાન સાંધ્યું છે.