કર્ણાટક વિધાનસભામાં મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ વિશ્વાસમત પ્રાપ્ત કરી લીધો છે. ફ્લોર ટેસ્ટ દરમ્યાન કુમારસ્વામીના પક્ષમાં 117 ધારાસભ્યોના વોટ પડયા. તેની સાથે જ હવે કર્ણાટકમાં રાજકીય નાટકનો સંપૂર્ણપણે અંત આવી ગયો છે. કૉંગ્રેસ-જેડીએસ ગઠબંધને વિધાનસભામાં બહુમતિ સાબિત કરી દીધી છે અને કુમારસ્વામી હવે કર્ણાટકના મુખ્યમંત્રી બની રહેશે. બહુમત પરીક્ષણ પહેલાં ગૃહમાં જોરદાર હોબાળો થયો હતો અને ભાજપે અંતિમ સમયમાં સ્પીકર માટે પોતાના ઉમેદવારનું નામ પાછું ખેંચી લીધું હતું. આ અંગે યેદિયુરપ્પાએ કહ્યું હતું,‘અમારી ઇચ્છા છે કે સ્પીકર પદની ગરિમા બનાવી રાખવા ચૂંટણી સર્વસહમતિથી થાય.’ તેમણે આગળ ગઠબંધન સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે જો સીએમ કુમારસ્વામીએ ખેડૂતોની લોન માફી ન કરી તો તેઓ 28મી મેના રોજ રાજ્યભરમાં બંધની જાહેરાત કરશે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે કૉંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારની વિરૂદ્ધ ભાજપ ચુપ બેસશે નહીં.