ગુજરાતના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કરવામાં આવેલી વિવાદિત ટીપ્પણીને લઇને વિવાદ છેડાયો છે. ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી ચૂંટણી માટે પ્રચારમાં મેદાનમાં છે. ત્યારે મેવાણીએ કર્ણાટકમાં ભાજપ સામે મોરચો માંડ્યો હતો.શુક્રવારે ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે લોકોને વિવાદિત અપીલ કરી હતી. જેને લઈને ભાજપે ચૂંટણી પંચમાં મેવાણી વિરુદ્ધ ફરિયાદ કરી છે. કર્ણાટકમાં યોજાનારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલીને રોકવાની સલાહ આપનારા જિજ્ઞેશ મેવાણી વિરુધ ભાજપે ચૂંટણી આયોગમાં ફરિયાદ દાખલ કરી છે. જે બાદ ઈલેક્શન કમિશને મેવાણી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જિગ્નેશ મેવાણીને કર્ણાટકના ચિત્રદુર્ગના એક કાર્યક્રમમાં યુવાઓને કહ્યુ કે,પીએમ નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં જાય અને હંગામો કરે. કર્ણાટકના યુવાનોનો સૌથી મોટો રોલ એ હોઈ શકે કે તેઓ ૧૫ એપ્રિલે બેંગાલુરુમાં થવાના પીએમ મોદીના કાર્યક્રમમાં સામેલ થાય અને સભા સ્થળ પર ખુરશીઓ ઉછાળે. પીએમ મોદીને પૂછો કે, બે કરોડ લોકોને રોજગારીના વાયદા આપવાનું શું થયું. તેમનો કાર્યક્રમ રોકી દો અને પીએમ નરેન્દ્ર મોદીને પૂછો કે ૨ કરોડ લોકોને રોજગારીના વાયદા આપવાનું શું થયું. . તેમણે વધુમાં એમ પણ કહ્યુ કે જો પીએમ મોદી રોજગારી પર જવાબ ન આપે તો તેમને હિમાલય જઇને આરામ કરવાનુ કહેજો. ચિત્રદુર્ગમાં ભાજપના અધ્યક્ષે કરેલી ફરિયાદના આધારે મેવાણી વિરુદ્ધ FIR દાખલ કરાઈ છે.
મેવાણીના આ શબ્દોની ભાજપે આકરા શબ્દોમાં નિંદા કરી હતી. આ મામલે કર્ણાટક ભાજપે ટ્વિટ કરી હતી કે, કોંગ્રેસ અને પાકિસ્તાનમાં અનેક સમાનતાઓ છે, બંને દેશને તોડવાનું કામ કરે છે. પણ, બંનેની વડાપ્રધાન મોદી સામે ટક્કર ન થઈ શકે.
જિજ્ઞેશ મેવાણીએ નવયુવાનોને એવુંપણ આહવાન કર્યું કે જો મોદી રોજગાર પર જવાબ ન આપે તો તેમને કહેજો કે હિમાલય જઇને આરામ કર. જિગ્નેશ મેવાણીના આ નિવેદનને બીજેપીએ ગંભીરતાથી લીધું છે. ત્યારબાદ પાર્ટીએ જિગ્નેશ વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી છે. કેસ નોંધાયા બાદ જિગ્નેશ મેવાણીએ ટ્વિટ કર્યું અને રોજગારનો સવાલ કરવા પર એફઆઇઆર કરી હોવાનો આરોપ લગાવ્યો.
આ કેસ બેંગ્લોરથી ૨૦૦ કીલોમીટર દુર આવેલા ચિત્રદુર્ગમાં એક કાર્યક્રમમાં પીએમ મોદી વિરુદ્ધ કથિત નિવેદન કરવા બદલ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં ચિત્રદુર્ગ વિધાનસભામાં ક્ષેત્ર માટે ચુંટણી ડયુટી બજાવી રહેલા વિજીલન્સ ટીમના અધિકારી ટી. જયંતે ફરિયાદ કરતા પોલીસે કેસ નોંધ્યો છે. પોતાની ફરિયાદમાં જયંતે આરોપે લગાવ્યો હતો કે મેવાણીએ શુક્રવાર સાંજે એક જનસભામાં પીએમ મોદી વિરુદ્ધ ટીપ્પણી કરી હતી.
જેના આધારે પોલીસે આઈપીસીની કલમ ૧૫૩,૧૮૮, ૧૧૭ અને ૩૪ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.