ભારતીય જનતા પાર્ટીએ આ વખતે કોંગ્રેસ ના અધ્યક્ષ રાહુલ ગાંધીને તેના નિવેદનને લઈને ઘેરવાની કોશિશ કરી દીધી છે. ભાજપના એક નેતાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંગે કરેલી ટિપ્પણીને લઈ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લાની એક કોર્ટમાં માનહાિનની ફરિયાદ કરી છે.
ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધી વિરુદ્ધ ભારતીય દંડસંહિતા ધારાની કલમ-૪૯૯ અને ૫૦૦ હેઠળ કેસ કર્યો છે. માનહાિનની ફરિયાદ કરનાર ઉત્તર પ્રદેશ ભાજપના પ્રવકતા શલઘમિણ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તાજેતરમાં દિલ્હીમાં આયોજિત પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશથી ફરાર પૂર્વ આઇપીએલ કમિશનર લલિત મોદી અને બેંક કૌભાંડના આરોપી નીરવ મોદી સાથે સરખાવવાની કોશિશ કરી હતી.
તેમણે દાવો કર્યો છે કે રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે મોદી નામ ભ્રષ્ટાચારનો પર્યાય બની ચૂક્યું છે. ત્રિપાઠીએ કહ્યું હતું કે તેનાથી ભાજપના કાર્યકર્તાઓ નહીં, પરંતુ સમગ્ર દેશના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ કારણે તેમણે ઉત્તરપ્રદેશના દેવરિયાની એક કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ત્રિપાઠીના વકીલે કહ્યું હતું કે આ અંગેની સુનાવણી માટે ૫ એપ્રિલની તારીખ નક્કી થઈ ચૂકી છે.