રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે ફરી એકવખત રામ મંદિરના મુદ્દા પર મોટું નિવેદન આપ્યું છે. મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના મઉસહાનિયાંમાં એક સભાને સંબોધિત કરતાં મોહન ભાગવતે કહ્યું કે રામ મંદિરનું નિર્માણ માત્ર ઇચ્છા નથી, પરંતુ અમારો સંકલ્પ છે. સભાને સંબોધિત કરતાં ભાગવતે કહ્યું કે રામ મંદિરનું નિર્માણ કરનારાઓનું કંઇ થશે નહીં.
મોહન ભાગવતે કહ્યું કે આ રામ મંદિરના નિર્માણનો યોગ્ય સમય છે. તેમણે કહ્યું કે રામ મંદિર બનાવનારાઓને રામ જેવું જ બનવું પડશે, ત્યારે આ કામ પૂરું થશે. ભાગવતે કહ્યું કે મહારાજ છત્રસાલે સમાજના બધા લોકોને જોડી પોતાના સામ્રાજયની સ્થાપના કરી હતી. મહારાજ છત્રસાલ શિવાજી મહારાજની પાસે પહોંચ્યા અને તેમનાથી પરિસ્થિતિવશ સંપ્રદાયની પ્રજા વચ્ચે ભેદ ઉત્પન્ન કરનાર દુશ્મનોની શાન ઠેકાણે લાવવા તેમની સેનામાં સામેલ થવાનું મન બનાવ્યું હતું, પરંતુ શિવાજીએ મહારાજ છત્રસાલને પોતાના પરિશ્રમથી પ્રજાની રક્ષા કરવાના હેતું પાછા આપી દીધા હતા.
ભાગવતે કહ્યું કે મહારાજ છત્રસાલને ભય દૂર-દૂર સુધી નહોતો, ગણતરીના સાથીઓ સાથે દુશ્મનો સામે બાથ ભીડવામાં માહેર રહ્યાં. પ્રતિમા અનાવરણ સમારંભમાં મોહન ભાગવતની સાથે મંચ પર છત્રસાલના વંશજોને બેસવા દેવામાં આવ્યા અને નહીં કે નેતાને. તેમની સાથે માત્ર ધર્મ ગુરૂઓ જ મંચ પર બેઠા હતા.