આજે વિધાનસભામાં ગુજરાતમાં પાણીની અછતનો મુદ્દો ઉઠ્યો હતો. જેમાં નર્મદાની માગ પર ઉભા થયેલા સવાલ પર ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ગુજરાતમાં પીવાના પાણીની તકલીફ નહીં પડે તેવી ગૃહમાં ખાતરી આપી હતી.
ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આ અંગે કહ્યું હતું કે, કોઈપણ નાગરિકને પીવાના પાણીની તકલીફ નહીં પડે. છતાં આપણે પાણીની કરકસર કરીએ અને અફવા ન ફેલાવી જોઈએ. તેમણે આ મામલે પ્રચાર માધ્યમોને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, પ્રચાર માધ્યમો લોકમત ઉભો કરે છે. પાણીના બગાડ માટે સરકારનું પણ ધ્યાન દોરે છે. તેથી પાણીનો ખોટો વ્યય ન કરવો જોઈએ, અને જનતપૂર્વક વાપરવું જોઈએ. તેમણે કહ્યું કે, નર્મદા યોજનાનું 52231 કિ.મી. કેનાલનું કામ પુરુ થયું છે. 10532 કિ.મી.ના કામો આગામી 2 વર્ષમાં પૂરા થશે. અગાઉ ક્યારેય ઉનાળુ સિંચાઈનું પાણી અપાયું નથી.