અમદાવાદમાં ઉડાન-ધ જોય ઓફ ગીવીંગ તેમજ શ્વાસ એન.જી.ઓ દ્વારા ગુલબાઈ ટેકરા વિસ્તારની ઝુંપડપટ્ટીમાં રહેતા ગરીબ અને નિસહાય બાળકોના ભણતર માટે ભંડોળ ઉભું કરવાના આશયથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ટોપ સેલેબ્ઝને ભેગા કરી તેમના વચ્ચે ચેરીટી ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્ડસ્ટ્રીના અભિનેતા, ગાયક, આરજે, કોમેડિયન વગેરે સહિતની તમામ ટોચની હસ્તીઓએ ભાગ લીધો હતો. આ અંગે આ મેચમાં DID ફેમ પ્રિન્સ ગુપ્તા, આર.જે.આયુષ, છેલ્લો દિવસ ફેમ મયુર ચૌહાણ (માઈકલ), પ્રેમ ગઢવી, સૌરભ રાજ્યગુરુ, જીગલી અને ખજુર ફેમ નીતિન જાની અને તરુણ જાની, સિંગર દિવ્યકુમાર, ગોલમાલ ફેમ વ્રજેશ હીરજી, અરવિંદ વેગડા, ઇશાન રાંદેરિયા જેવા સેલેબ્રીટીઝ ઉપસ્થિત રહ્યા હતા તેમજ પાર્થિવ ગોહિલે લાઈવ કોન્સર્ટ દ્વારા લોકોનું મનોરંજન કર્યું હતું.