૬૫ નેશનલ ફિલ્મ અવોર્ડ: શ્રીદેવીને ‘મોમ’ માટે બેસ્ટ એક્ટ્રેસ, ન્યૂટન’ને બેસ્ટ હિન્દી ફિલ્મ નો એવોર્ડ મળ્યો

બોલિવૂડ ફિલ્મોમાં વિશેષ યોગદાન માટે ૬૫મો ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરાઈ રહી છે. ભારત સરકાર તરફથી આપવામાં આવેલા પુરસ્કારમાં રાજકુમાર રાવની ફિલ્મ ન્યૂટનને બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ અપવામાં આવ્યો જ્યારે ફિલ્મ સારા અભિનય બદલ અભિનેતા પંકજ ત્રિપાઠીને સ્પેશિયલ મેન્શન એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર ફિલ્મ ક્ષેત્રમાં આપવામાં આવતો ભારતનો ઘણો જૂનો પુરસ્કાર છે જેને વર્ષ ૧૯૫૪થી આપવામાં આવે છે. આ પુરસ્કાર ત્રણ ભાગોમાં આપવામાં આવે છે. જેમાં ફીચર ફિલ્મ, બીનફીચર ફિલ્મ અને સિનેમા પર શ્રેષ્ઠ લેખન.

પ્રભાસની ફિલ્મ બાહુબલી-2ને એક્શન ડાયરેક્શન અને બેસ્ટ સ્પેશિયલ ઈફેક્ટ મૂવીનો એવોર્ડ મલ્યો છે. બેસ્ટ એડિટિંગનો એવોર્ડ અસમ ભાષાની મૂવી ‘વિલેજ રોકસ્ટાર’ને મળ્યો છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર કમિટીના ચેરમેન શેખર કપૂરે ભારતની અલગ-અલગ ભાષાઓની ફિલ્મોના એવોર્ડની જાહેરાત કરી.

બેસ્ટ કોરિયોગ્રાફીનો એવોર્ડ ‘ટોઈલેટ-એક પ્રેમ કથા’ને ગયો છે. જેમાં ગોરી તૂ લઠ્ઠ મારના કોરિયોગ્રાફી માટે આ એવોર્ડ મળ્યો છે. તેની કોરિયોગ્રાફી ગણેશ આચાર્યએ કરી હતી. બેસ્ટ બેગ્રાઉન્ડ મ્યૂઝિક એવોર્ડ શ્રીદેવી સ્ટારર મોમને મળ્યો છે. મણિ રત્નમની કાતુર વેલ્યાદી માટે એ આર રહેમાનને બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર એવોર્ડ મળ્યો છે.

આ વર્ષના અવોર્ડઝ

બેસ્ટ પોપ્યુલર ફિલ્મ (એન્ટરટેઇન્મેન્ટ) : બાહુબલી : ધ કન્ક્લૂઝન

બેસ્ટ એક્શન ડાયરેક્શન : અલી અબ્બાસ મોગલ (બાહુબલી : ધ કન્ક્લૂઝન)

સ્પેશિયલ મેન્શન અવોર્ડ : પંકજ ત્રિપાઠી

બેસ્ટ ફિમેલ પ્લેબૅક સિંગર : શાશા તિરુપતિ (મલયાલમ)

બેસ્ટ ડાયરેક્શન : ભનાયકમ (મલયાલમ ફિલ્મ)

બેસ્ટ ફિલ્મ : વિલેજ રૉકસ્ટાર

બેસ્ટ એક્ટ્રેસ : શ્રીદેવી (મૉમ)

બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ : દિવ્યા દત્તા (ઇરાદા)

બેસ્ટ હિન્દી ફિલ્મ : ન્યૂટન

બેસ્ટ એક્શન ડાયરેક્શન : બાહુબલી 2

બેસ્ટ કોર્યોગ્રાફી : ટૉયલેટ એક પ્રેમ કથા (ગોરી તુ લઠ માર)

સ્પેશિયલ ઇફેક્ટ્સ : બાહુબલી 2

સ્પેશિયલ જૂરી અવોર્ડ : નગર કિર્તન (બંગાળી ફિલ્મ)

બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર : (મૉમ)

બેસ્ટ એડિટિંગ : વિલેજ રૉકસ્ટાર (આસામી ફિલ્મ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *