વિશ્વનો બેસ્ટ ક્રિકેટર છે વિરાટ કોહલી, પરંતુ ભાગ્યે જ તોડી શકશે આ 5 મોટા રેકોર્ડ

103
1028

વિરાટ કોહલી હાલ તમામ ફોર્મેટમાં વિશ્વનો શ્રેષ્ઠ પ્લેયર છે. આઈસીસી રેન્કિંગની વાત કરીએ તો તે વનડેમાં નંબર 1, ટેસ્ટમાં નંબર 2 અને T20માં નંબર 6 પર છે. વનડે અને ટેસ્ટ મેચમાં તો વિરાટ કોહલી દર મેચમાં નવો રેકોર્ડ પોતાના નામે કરતો જ રહ્યો છે. 35 વનડે સદી ફટકારી ચુકેલો વિરાટ કોહલી આવનારા સમયમાં સચિન તેંડુલકરના કુલ 100 આંતરરાષ્ટ્રીય સદીના રેકોર્ડને સરળતાથી તોડી દેશે તેવું માનવામાં આવે છે. બીજી તરફ ઘણા વર્લ્ડ રેકોર્ડ્ઝ એવા છે જેને વિરાટ કોહલી માટે તોડવું થોડું મુશ્કેલ છે.

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ અડધી સદી ફટકારવાનો રેકોર્ડ હાલ પૂર્વ ક્રિકેટર અને ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકરના નામે છે.
– સચિને ટેસ્ટમાં 68 અને વનડેમાં 96 અડધી સદી સાથે કુલ 164 અડધી સદી ફટકારી છે. વળી આ મામલે વિરાટ કોહલી હજુસુધી અડધે પણ નથી પહોંચ્યો.
– અત્યારસુધી વિરાટ કોહલીએ કુલ 80 અડધી સદી ફટકારી છે. જેમાં 46 વનડે અને 16 ટેસ્ટમાં અને 18 T20 ફોર્મેટમાં ફટકારી છે.