વડોદરાના દંપતીએ ૨૩ વર્ષના દિકરા સાથે કર્યું આપધાત

119
743

શહેરનાં એક સંપન્ન પરિવારે પોતાની કારમાં સામુહિક આપઘાત કરી લેતા ચકચાર મચી છે. પરિવારે પાવાગઢ હાઈવે પર આવેલા ભાટ ગામ પાસે પોતાની કારમાં બેઠા-બેઠા જ ઝેર પી લીધું હતું.મળેલ માહિતી અનુસાર મૃતક પરિવાર શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતો હતો.
મકરપુરાની ચિત્રકૂટ સોસાયટીના બંગલા નંબર ૧૬૬૪ માં રહેતા વિક્રમ ત્રિવેદી(ઉં.૫૫ વર્ષ), તેમનાં પત્ની હિનાબેન ત્રિવેદી (ઉં.૫૨) અને પુત્ર હર્નિલ (ઉં. ૨૩ વર્ષ) બુધવારે રાત્રે પોતાના ઘરેથી ભાટ ગામ પાસે આવ્યા હતા. આ પરિવારે કારની અંદરજ ઝેરી દવા ગટગટાવી લેતા ત્રણેયના મોત નીપજ્યા હતા.આ અંગે એક સ્થાનિકે પોલીસને જાણ કરવામાં આવી હતી કે, રસ્તા પર પાર્ક કરાયેલી કારમાં ત્રણ જણાના શબ છે.

આ અંગેની માહિતી પાવાગઢ પોલીસને મળતા જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ પહોંચી ત્યારે ત્રણે
ય મૃત હાલતમાં હતા. મૃતદેહોને પીએમ માટે મોકલી આપીને પોલીસે શા માટે આખાય પરિવારે આપઘાત કર્યો તેની તપાસનો ધમધમાટ પણ શરુ કર્યો છે. પોલીસને મળેલી માહિતી અનુસાર, મૃતક વિક્રમ ત્રિવેદીને કલર કામનો બિઝનેસ હતો.

મકરપુરામાં રહેતો ત્રિવેદી પરિવાર ખાધેપીધે પણ સુખી હતો. પોલીસને અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે, વિક્રમભાઈને આર્થિક સંકડાશ હોય તેવી નક્કર કડી નથી મળી. વળી, પરિવારમાં કોઈ કંકાસ પણ નહોતો. પોલીસે હાલ મૃતકોના પરિવારજનોને પણ આ અંગે જાણ કરી છે. મૃતકનો એક ભાઈ ઓસ્ટ્રેલિયા, જ્યારે બીજો હૈદરાબાદ રહેતો હોવાનું પણ જાણવા મળ્યું છે.

C