દુનિયાની સૌથી વધુ કમાણી કરતી સેલિબ્રિટીઝ : અક્ષય અને સલમાન ઇન, શાહરુખ આઉટ

0
79

દુનિયાની સૌથી વધુ કમાણી કરનારી સેલિબ્રિટીઝના લિસ્ટમાંથી બોલિવૂડના બાદશાહની બાદબાકી થઈ

1) ફ્લોઇડ મેવેધર: 28.50 કરોડ ડોલર.

2) જ્યોર્જ ક્લૂની: 23.90 કરોડ ડોલર.

3) કાયલી જેનર: 16.65 કરોડ ડોલર.

4) જેડી શૈનડલિન: 14.70 કરોડ ડોલર.

5) ડ્વેઇન જ્હોન્સન: 12.40 કરોડ ડોલર.

6) યુ2: 11.80 કરોડ ડોલર.

7) કોલ્ડપ્લે: 11.55 કરોડ ડોલર.

8) લાયોનેલ મેસ્સી: 11.10 કરોડ ડોલર.

9) એડ શીરન: 11.00 કરોડ ડોલર.

10) ક્રિસ્ટિઆનો રોનાલ્ડો: 10.80 કરોડ ડોલર.

સૌથી વધુ કમાણી કરતી દુનિયાની ટોચની 100 સેલિબ્રિટીઝના લિસ્ટમાં અક્ષય કુમાર અને સલમાન ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. શાહરુખ ખાન રેગ્યુલરલી આ લિસ્ટમાં હોય છે. જોકે, આ વખતે તે આ લિસ્ટમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યો છે. .

આ વર્ષે દુનિયાની સૌથી વધુ કમાણી કરનારી સેલિબ્રિટી અમેરિકન બોક્સર ફ્લોઇડ મેવેધર છે. અક્ષય ફોર્બ્સના આ લિસ્ટમાં 76માં સ્થાને છે જ્યારે સલમાન ખાન 82માં સ્થાને છે. 2017માં શાહરુખ 38 લાખ ડોલરની કમાણીની સાથે આ લિસ્ટમાં 65માં સ્થાને હતો. જોકે, આ વખતે તે આ લિસ્ટમાં સ્થાન મેળવી શક્યો નથી. 28.50 કરોડ ડોલરની કમાણી સાથે મેવેધર આ લિસ્ટમાં ટોપ પર રહ્યો છે જ્યારે એક્ટર જ્યોર્જ ક્લુની બીજા નંબરે છે. રિયાલિટી ટીવી સ્ટાર અને બિઝનેસપર્સન કાયલી જેનર ત્રીજા સ્થાને અને ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિઆનો રોનાલ્ડો, પોપસ્ટાર કેટી પેરી, ટેનિસ આઇકોન રોજર ફેડરર અને સિંગર બિયોન્સેને પણ આ લિસ્ટમાં સ્થાન મળ્યું છે. સૌથી વધુ કમાણી કરતાં આ 100 એન્ટરટેઇનર્સની કુલ કમાણી 12 મહિનામાં 6.3 અબજ ડોલર છે.