હવે મોબાઇલમાં લાગશે ઇ-સીમ, નંબર પોર્ટ કરશો તો પણ નહી બદલવું પડે સિમ

148
1716

મોબાઇલ યૂઝર્સ માટે સારા સમાચાર છે. ટૂંક સમયમાં તમને એવી સુવિધા મળવા જઇ રહી છે, જેમાં તમારે સ્માર્ટફોનમાં સિમ લગાવવા અથવા બદલવાની જરૂર નહી પડે. એટલું જ નહી મોબાઇલ ઓપરેટર બદલતાં નવું સિમ ખરીદવા અથવા પછી બદલવાની જરૂર નહી પડે. દૂરસંચાર વિભાગે (DoT)એ ઇંબેડેડ સિમ (ઇ-સિમ) માટે આપેલી ગાઇડલાઇન્સ અનુસાર બધી ટેલિકોમ કંપનીઓ ઇ-સિમ સુવિધાઓ આપી શકે છે. નવી ગાઇડલાઇન્સ અનુસાર હવે યૂઝર્સ કોઇપણ સર્વિસ પ્રોવાઇડર ટેલીકોમ કંપની પાસેથી નવું કનેકશન લે છે તો તેના સ્માર્ટફોનમાં ઇંબેડેડ સબ્સક્રાઇબર આઇડેંટિટી મોડ્યૂલ એટલે કે ઇ-સિમ નાખવામાં આવશે. ઇ-સોમના ઉપયોગ કરનાર યૂઝર્સની જાણકારી ટેલીકોમ કંપની પોતાના ડેટાબેઝમાં નોંધી લેશે. હાલ, ઇ-સિમની ટેક્નોલોજીનો ઉપયોગ રિલાયન્સ જિયો અને એપલ વોચમાં થાય છે.