સલમાન ખાનની જામીન પર સસ્પેન્સ, જજની રાતોરાત બદલી

88
1434

જોધપુર કોર્ટે સલમાન ખાન ને કાળીયાર શિકાર કેસમાં ૫ વર્ષની સજા સંભળાવી છે. સજા સંભળાવ્યા પછી તુરંત સલમાન ખાન ને જોધપુર સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. કાળીયાર શિકારના બે દાયકા જૂના કેસમાં બોલીવુડના અભિનેતા સલમાન ખાન, સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ, નીલમ કોઠારી આરોપી હતા. તેમાં સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ, નીલમ કોઠારી નિર્દોષ જાહેર થયા છે જ્યારે સલમાન ખાન દોષિત જાહેર થયા છે.

સલમાન ખાનની સાથે-સાથે આજના દિવસની બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજે સલમાન ખાનની જમીન અરજી પર સુનવણી થવાની છે.પરંતુ હવે લાગે છે કે, સલમાનને હજુ પણ જેલમાં રહેવું પડશે. કારણકે સલમાન ખાનની જામીન અરજી પર સુનવણી કરી રહેલ જજ રવીન્દ્ર કુમાર જોશીની રાતોરાત ટ્રાન્સફર કરવામાં આવી છે.

મળેલ માહિતી અનુસાર, રાજસ્થાન હાઈકોર્ટના આદેશ પર ત્યાંના ૮૭ જજોની બદલી કરવામાં આવી છે.મળેલ માહિતી અનુસાર, હવે કાળા હરણ શિકાર કેસની સુનવણી ચન્દ્ર કુમાર સોનગરા કરવાના છે. તેવામાં એવું માનવામાં આવી રહ્યું છે કે, શનિવારે એટલે કે આજે થનાર સુનવણી પર કોઈ અસર પડશે નહિ. જો કે, આજે કોર્ટના નિર્ણયની રાહ જોવામાં આવશે.

નોંધપાત્ર છે કે, ૧૯૯૮માં ૧ અને ૨ ઓકટોબરની રાત્રે ૨ કાળા હરણનાં શિકાર સાથે જોડાયેલા કેસમાં સલમાન ખાન સિવાય બોલીવુડ અન્ય સ્ટાર સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ અને નીલમ પણ આરોપી છે. સલમાન અને અન્ય વિરુદ્ધ કુલ ચાર કેસ જોધપુર પોલીસે નોંધ્યા હતા. તેમાંથી ત્રણ કેસ કાળા હરણનાં શિકારના હતા જયારે એક મામલો સલમાન વિરુદ્ધ ગેરકાયદેસર હથિયાર રાખવાનો હતો. જો કે, ૧૮ વર્ષ જૂના કાળા હરણ શિકાર કેસ સાથે જોડાયેલ ગેરકાનૂની હથિયાર રાખવાના કેસમાં જોધપુર કોર્ટે સલમાન ખાનને નિર્દોષ જાહેર કર્યા હતા

૧૯૯૮ માં ફિલ્મ હમ સાથ સાથ હે ના શૂટિંગ દરમિયાન આ કેસ સામે આવ્યો હતો. સલમાન ખાન પર આરોપ હતો કે, તેણે શૂટિંગ દરમિયાન બે કાળા હરણનો શિકાર કર્યો હતો. જ્યારે તેમનો શિકાર કાનૂની રીતે પ્રતિબંધિત છે. સલમાન પર બીજો આરોપ હતો કે, તેમને કાળા હરણ શિકારમાં જે હથિયારનો ઉપયોગ કર્યો હતો. જે હથિયારનો ઉપયોગ કરાયો હતો તેનું લાયસન્સ એક્સ્પાયર થઇ ગયું હતું.