સેમસંગ ૨૦-૨૦ કાર્નિવલ: મળે છે ૫૦૦૦ રૂપિયા સુધી નું ડિસ્કાઉન્ટ

67
1402

એમેઝોન ઇન્ડિયા પર સેમસંગ (20-20) કાર્નિવલનું નવું એડિશન શરૂ થઈ ગયું છે. આ વખતે એમઝોને સેમસંગ કાર્નિવલને ૨૦-૨૦ કાર્નિવલ નામ આપ્યું છે. એમઝોન પર ચાલી રહેલા આ કાર્નિવલ શનિવાર ૨૧ એપ્રિલ સુધી ચાલશે અને તેમાં સેમસંગના ઘણાબધા સ્માર્ટફોન્સ પર ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફર્સ આપવામાં આવી રહી છે.

એક્સચેન્જ ઓફર્સની સાથેસાથે યુઝર્સને ૧,૦૦૦ રૂપિયા સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે, એટલે કે કુલ ડિસ્કાઉન્ટ ૩૦૦૦ રૂપિયા હશે. બ્લેક અને ગોલ્ડ કલરમાં મળનારા સેમસંગ ગેલેક્સી ON7 પ્રાઇમમાં સેમસંગ પે મિની ફીચર છે, જેનાથી યુપીઆઈના માધ્યમથી પેમેન્ટ કરી શકાય છે. ફોનમાં સેમસંગ મૉલ પણ છે.

આ સેલ અંતર્ગત એમઝોન પર એક્સક્લુઝિવ મળનારો ગેલેક્સી S8+ સ્માર્ટફોન ૩,૦૦૦ રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટની સાથે વેચવામાં આવી રહ્યો છે. આ ડિવાઇસની કિંમત ૩૨,૯૯૦ રૂપિયા છે, પરંતુ આ સેમસંગ કાર્નિવલ અંતર્ગત આ ફોનને 29,999 રૂપિયામાં ખરીદી શકાશે.

આ સિવાય EMI વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. અને 10,331 રૂપિયાની એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહી છે. ફોન પર વધારાનું 1,555 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ છે.

સેમસંગ ગેલેક્સી A8+ પહેલો સેમસંગ સ્માર્ટફોન છે, જે ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા સાથે આવે છે. તેમાં ૧૬ અને ૮ મેગાપિક્સલના બે ફ્રન્ટ કેમેરા અને 16 મેગાપિક્સલનો રિયર કેમેરા છે. સેમસંગનો આ સ્માર્ટફોન બ્લેક અને ગોલ્ડ કલરમાં મળે છે.

આ સિવાય ગેલેક્સી ઑન7 પ્રાઇમ પર પણ છૂટ મળી રહી છે. આ ફોન પણ એમઝોન-એક્સક્લુઝિવ હેન્ડસેટ છે. 32GB અને 64GB સ્ટોરેજ ધરાવતા આ ડિવાઇસને ઇ-કૉમર્સ સાઇટ પર ૨૦૦૦ રૂપિયાની છૂટ સાથે વેચવામાં આવી રહ્યું છે. બંને વેરિયન્ટ અનુક્રમે 10,990 રૂપિયા અને 12,990 રૂપિયાની કિંમતમાં ખરીદવા માટે ઉપલબ્ધ છે.