પ્રિયંકા ચોપરા અને સલમાન ખાન ભારત માં ચમકશે!

139
1445

ટોચની અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને બોલીવુડ ના સુપર સ્ટાર સલમાન ખાન સાથે અલી અબ્બાસ ઝફરની ફિલ્મ ભારત ચમકે એવી શક્યતા હોવાની માહિતી મળી હતી. અમેરિકાની એબીસી ટીવી ચેનલની ક્વોન્ટિકો સિરિયલની ત્રીજી સીઝનમાં ચમકી રહેલી પ્રિયંકા ચોપરા રવિવારે રાત્રે મુંબઇ પરત ફરી હતી.એને ઑફર થયેલી કેટલીક નવી ફિલ્મોની સ્ક્રીપ્ટ્સ તપાસવા એ અહીં આવી હોવાનું કહેવાય છે. એ દરમિયાન એવી વાતો વહેતી થઇ હતી કે પ્રિયંકા સલમાન ખાન સાથે અલી અબ્બાસ ઝફરની ફિલ્મ ભારત માં મુખ્ય રોલ કરે એવી શક્યતા છે.

સલમાન ખાન અને અલી અબ્બાસ ઝફરની આ ત્રીજી ફિલ્મ સાથે હશે. અગાઉ આ બંનેએ યશ રાજની સુલતાનથી સાથે કામ કરવાનું શરૃ કર્યુ હતું. ત્યારબાદ બંનેએ ટાઇગર જિંદા હૈ કરી હતી જે બોક્સ ઑફિસ પર સુપરહિટ નીવડી હતી. હવે બંને ભારત ફિલ્મ કરી રહ્યા છે જેની હીરોઇન હજુ નક્કી થઇ નથી
પ્રિયંકા ચોપરા એ સંજય લીલા ભણસાલીની ફિલ્મ બાજીરાવ મસ્તાની કરી હતી જે સુપર ડુપરહિટ નીવડી હતી.ત્યાર બાદ પ્રકાશ ઝાની જય ગંગાજલ ફિલ્મમાં એણે ટફ પોલીસ અધિકારીનો રોલ કર્યો હતો પરંતુ આ ફિલ્મ બોક્સ ઑફિસ પર ધાર્યી કમાણી નહોતી કરી શકી.ત્યારબાદ એણે છેલ્લાં બે વર્ષમાં કોઇ હિન્દી ફિલ્મ કરી નથી. હવે એવી વાતો વહેતી થઇ હતી કે પ્રિયંકા ચોપરા ભારત ફિલ્મ દ્વારા બોલિવૂડમાં કમબેક કરશે.
અલી અબ્બાસ ઝફરે હજુ ઔપચારિક જાહેરાત કરી નથી કે પ્રિયંકા એની ભારત ફિલ્મ કરવાની છે પરંતુ અલીની નિકટનાં સૂત્રોએ કહ્યું કે મોટે ભાગે પ્રિયંકા આ ફિલ્મ કરશે.

અગાઉ પ્રિયંકા ચોપરા એ અલી અબ્બાસ ઝફર સાથે ગુંડે ફિલ્મ કરી હતી અને સલમાન ખાન સાથે મુઝ સે શાદી કરોગી (૨૦૦૪), સલામ-એ-ઇશ્ક (૨૦૦૭) અને ગૉડ તુસ્સી ગ્રેટ હો (૨૦૦૮) ફિલ્મો કરી હતી.હવે આ બંને સ્ટાર ભારત ફિલ્મ માં સાથે જોવા મળે તેવી શક્યાતા છે.