સુપ્રીમ કોર્ટ તરફ થી સલમાન ખાન ને મળી મોટી રાહત, તમામ કાર્ય વહી પર રોક

66
1331

કાળિયાર શિકાર કેસ બાદ અન્ય એક બીજા કેસમાં બોલીવુડના અભિનેતા દબંગ ખાન સલમાન ખાનને કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. કથિત રૂપે વાલ્મિકી સમુદાય વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાના કેસમાં તેમને રાહત મળી છે. દેશની વિવિધ અદાલતોમાં તેમની વિરુદ્ધ કેસ ચાલી રહ્યાં હતાં. સલમાને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને એની વિરુદ્ધ રાજસ્થાનના ચૂરુ શહેરમાં દાખલ FIR રદ કરવાની માંગ કરી હતી. આ મામલે સુપ્રિમ કોર્ટે તેમને રાહત આપતા સલમાન ખાન વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા 6 કેસો પર રોક લગાવી દીધી છે. કોર્ટ સુનાવણી બાદ નિર્ણય લેશે કે તેમની વિરુદ્ધ દાખલ કેસોને રદ્દ કરવામાં આવે કે નહી. આ મામલે આગામી સુનાવણી 23 જુલાઇના રોજ થશે.

હકીકતમાં સલમાન ખાન દ્વારા વાલ્મિકી સમાજને લઇને અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી. જે પછી તેમનો સખત વિરોધ કરવામાં આવ્યો. તે પછી કમલ વાલ્મિકીએ અભિનેતા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
વાલ્મીકિ સમાજનું કહેવું છે કે પબ્લિકલી ખોટા શબ્દનો ઉપયોગ કરવાથી અમારા સમાજની ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ વાતથી ગુસ્સે ભરાયેલા વાલ્મીકિ સમાજે કેસ દાખલ કરીને કડક કાર્યવાહીની માંગ કરી છે.

વાસ્તવમાં, વાલ્મીકિ સમાજે સલમાન ખાનની એક ટિપ્પણી પર આપત્તિ વ્યક્ત કરતા અની વિરુદ્ધ અલગ અલગ રાજ્યોમાં FIR દાખલ કરવામાં આવી છે. જણાવી દઇએ કે પોતાની ફિલ્મ ‘ટાઇગર ઝિંદા હે’ના પ્રમોશન દરમિયાન એની ડાન્સ સ્ટાઇલને કથિત રીતે જાતિસૂચક કરાર આપવામાં આવ્યો હતો. ઘણા શહેરોમાં સલમાન વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એની ફિલ્મ ‘ટાઇગર ઝિંદા હે’નો પણ જોરદાર વિરોધ થયો હતો.

અગાઉ સલમાન ખાન વિરુદ્ધ ચુરૂ જિલ્લાના કોતવાલી પોલીસચોકી અને ઉદયપુર જિલ્લાના ભૂપાલપુરા ચોકીમાં પણ વાલ્મિકી સમાજે ફરિયાદ દાખલ કરી હતી. ચુરૂમાં અશોક પંવારે સમાજના લોકો સાથે કોતવાલી ચોકી પહોંચીને ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં જણાવવામાં આવ્યુ હતું કે સલમાને જે રીતે શબ્દોનો પ્રયોગ કર્યો હતો તેનાથી સમાજની લાગણી દુભાઇ છે.