ક્રિકેટ ના ભગવાન નો આજે જન્મદિવસ, આખું વાનખેડે ગાશે “હેપ્પી બર્થડે સચિન”

152
1582

દુનિયાના સૌથી શ્રેષ્ઠ ક્રિકેટર અને ક્રિકેટ ના ભગવાન સચિન તેંડુલકરે બેટ્સમેન તરીકે અનેક રેકોર્ડ સર્જ્યા છે. જેને કદાચ જ કોઇ તોડી શક્યુ છે. સચિને પોતાની કારકિર્દીમાં અનેક રેકોર્ડ્સ બનાવ્યા અને અનેક સિદ્ધિઓ હાંસેલ કરી પરંતુ એક બાબત એવી છે જે તેઓ હાંસેલ કરી શક્યા નથી.કેપ્ટન તરીકે ભારત માટે કંઇક સારુ કરવાનું તેમનુ સપનુ હતુ.

ક્રિકેટના જગતના ભગવાન સચિન તેંડુલકર આજે ૪૫ વર્ષના થયા છે.પોતાની ૨૪ વર્ષની કારકિર્દીમાં, સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૩૪,૩૫૭ રન બનાવ્યા છે. તેની પાસે ટેસ્ટ અને એક દિવસીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. તેંડુલકરે સૌથી વધુ ૨૦૦ ટેસ્ટ મેચ રમવાના રેકોર્ડ સાથે ટેસ્ટમાં સૌથી વધુ 15,921 રન બનાવવાનો રેકોર્ડ સર્જ્યો હતો. ફક્ત ટેસ્ટ જ નહી પરંતુ વન ડે ક્રિકેટમાં પણ સચિને સૌથી વધુ ૧૮,૪૨૬ રન બનાવ્યા હતા. સૌથી વધુ ૪૯ સદી અને ૯૬ અડધી સદી પણ તેમના નામે જ છે. જો કે કેપ્ટન તરીકે તેમનો રેકોર્ડ કંઇ ખાસ નથી રહ્યો.

૨૪મી એપ્રિલ, ૧૯૭૩ ના રોજ મુંબઈમાં ૧ વાગ્યે સચિનનો જન્મ થયો હતો. માત્ર ૧૬ વર્ષની ઉંમરે માસ્ટર બ્લાસ્ટર જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો છે, તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગત માં ઘણી પ્રસિદ્ધી મેળવી અને ઘણા રેકોર્ડ્સ બનાવ્યા છે. સચિનના ક્રિકેટ પ્રવાસ દરમિયાન તેમને ‘ક્રિકેટ ઓફ ગોડ’ ની સિદ્ધી પણ આપવામાં આવી હતી.

આજે સચિન તેંડુલકરનો જન્મદિવસ પણ છે અને લોકોના મગજ પર IPL ૨૦૧૮ છવાઈ રહ્યું છે. આજે (24મી એપ્રિલ) મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે મેચ રમાવાની છે. વાનખેડે સ્ટેડિયમ સચિન તેંડુલકરનું હોમ મેદાન છે. આજે આ મેચ માટે સચિન સ્ટેડિયમમાં હાજર રહેશે કારણ કે સચિન મુંબઇ ટીમના માર્ગદર્શક છે.

જયારે સચિન તેંડુલકર વાનખેડે સ્ટેડિયમમાં હાજર હોય ત્યારે પ્રેક્ષકો, ખેલાડીઓ, ટીકાકારો અને બાકીના લોકો કે જેઓ ત્યાં આવે છે, તેઓ સચિનને જન્મદિવસની શુભેચ્છાઓ આપશે. એટલે કે ફરી એક વાર સમગ્ર વાનખેડે સ્ટેડિયમ ‘હેપ્પી બર્થ ડે સચિન’ ગાતા જોવા મળશે.

ગત વર્ષે પણ ૨૪ તારીખે, મુંબઈની મેચ વાનખેડે સ્ટેડિયમમાં હતી. ત્યારે, સચિન માટે સ્ટેડિયમમાં એક કેક ઉભી કરવામાં આવી હતી અને સચિનના કેકના કટિંગ સાથે, સમગ્ર સ્ટેડિયમ ‘હેપ્પી બર્થ ડે સચિન’ માંથી ગાવામાં આવ્યું હતું.

જો કે સચિનની કેપ્ટન્સીમાં ભારતે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાને હરાવતા ટાઇટન કપ જીત્યો હતો. સચિનની કેપ્ટન્સીમાં ભારતે 73 મેચ રમી હતી જેમાં ફક્ત 23 મેચમાં ભારતે જીત મેળવી હતી. એક મેચ ટાઇ હતી હતી અને 6 મેચો અનિર્ણિત રહી હતી.