રોયલ એન્ફિલ્ડે લોન્ચ કરી 2 બાઇક , અમદાવાદમાં એક મહિના પછી થશે વેચાણ

86
953

ભારતની સૌથી જાણીતી અને લોકપ્રિય બાઇક નિર્માતા કંપની દ્વારા આજે પોતાની નવા બાઇક્સ થંડરબર્ડ 350X અને થંડરબર્ડ 500Xનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ બન્ને બાઇકની અમદાવાદ એક્સશોરૂમ કિંમતની વાત કરીએ તો 350Xની કિંમત 1.57 લાખ રૂપિયા અને 500Xની કિંમત 1.99 લાખ રૂપિયા છે. રોયલ એનફિલ્ડે આ બન્ને મિડલેવટ ક્રૂઝર બાઇકમાં અનેક પ્રકારના કોસ્મેટિક ફેરફાર સાથે લોન્ચ કરી છે, જોકે બાઇકના ટેક્નિકલ પાર્ટમાં કોઇ જ પ્રકારનો બદલાવ કરવામાં આવ્યો નથી. કંપનીએ આ બાઇક યુવાનોને ધ્યાનમાં રાખીને અપટેડ કરી છે અને વિવિધ ફંકર કર્લસ પણ લોન્ચ કર્યા છે.

આ બાઇક્સને લોન્ચ કરતાની સાથે જ કંપનીએ તેનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે. જો તમે અમદાવાદમાં આ બાઇક્સનું બુકિંગ કરાવવા માગતા હોવ તો તમે 5000 રૂપિયામાં બુકિંગ કરાવી શકો છો. કંપની દ્વારા અમદાવાદમાં એક મહિના પછી આ બાઇકનું વેચાણ શરૂ કરવામાં આવશે. તેમજ દોઢ મહિના સુધી બાઇક્સનું વેઇટિંગ હોવાનું પણ લોન્ચિંગ સમયે જણાવવામાં આવ્યું છે. બાઇકના લોન્ચિંગ વખતે 100 જેટલા રોયલ એનફિલ્ડ ચાહકો ઉપસ્થિત રહ્યાં હતા.