Redmi ના ફોન સામે Micromaxએ લોન્ચ કર્યો મજબૂત બેટરી વાળો સ્માર્ટફોન

66
980

Micromaxએ Bharat 5 Pro સ્માર્ટફોન ઇન્ડિયામાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત ફોનની બેટરી છે જે 5000mAhની છે. સાથે આ ફોનમાં રીવર્સ ચાર્જિંગ ફીચર પણ આપવામાં આવ્યું છે જેના કારણે આ સ્માર્ટફોનને પાવર બેંકની જેમ પણ ઉપયોગમાં લેવામાં આવે છે. આ સિવાય ફેસ અનલોક ફીચર પણ આપવામાં આવ્યું છે.

આ ફોનની સીધી ટક્કર Redmi 5ના બેસ મોડેલ સાથે થશે. Redmi 5 સાથેસરખામણીની વાત કરીએ તો આ ફોનના બેસ મોડલમાં 2GB એમ અને 16GBનું સ્ટોરેજ આપ્યું છે ત્યારે Bharat 5 Proમાં 3GBરેમ અને 32GBની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે

Micromax Bharat 5 Proના સ્પેસીફીકેશન્સ નીચે પ્રમાણે છે…
– Micromax Bharat 5 Proમાં ડ્યુઅલ સીમ સપોર્ટ કરે છે અને આ એન્ડ્રોઈડ નુગટ પર કામ કરે છે.
– આ સ્માર્ટફોનમાં 5.2 ઇંચ HD (720×1280 पिक्सल) ડિસ્પ્લે આપવામાં આવી છે.
– Bharat 5 Proમાં 3GB DDR3 રેમ સાથે 1.3GHz ક્વોડ-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે.
– આ ફોનના કેમેરાની વાત કરીએ તો રીયરમાં 13 મેગાપિક્સલ સાથે LED ફ્લેશ છે જયારે સેલ્ફી માટે 5 મેગાપિક્સલ સાથે LED કેમેરો આપ્યો છે.
– Bharat 5 Proમાં 32GBનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે જેને MicroSD કાર્ડની મદદથી વધારી શકાય છે.
– આ સ્માર્ટફોનના કનેક્ટિવિટીની વાત કરીએ તો 4G VoLTE, Wi-Fi, USB OTG સાથે સ્ટેન્ડર્ડ કનેક્ટિવિટી ઓપ્શન પણ આપવામાં આવ્યું છે.
– Bharat 5 Proમાં 5000mAhની બેટરી આપી છે અને સૌથી મોટી ખૂબી આની સ્ટેન્ડબાય ટાઈમ 3 અઠવાડિયાનો છે.
– Micromax Bharat 5 Proની કિંમત ઇન્ડિયામાં 7,999 રૂપિયા રાખવામાં આવી છે.