રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જારી કરશે 350 રૂપિયાનો સિક્કો!

141
1277

તાજેતર માં મળેલ જાણકારી મુજબ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જલ્દી જ પહેલી વખત 350 રૂપિયાનો સિક્કો જારી કરવા જઇ રહી છે. સેન્ટ્રલ બેંક એને ગુરુ ગોવિંદ સિંહજી મહારાજના 350માં પ્રકાશોત્સવ પર એને સામાન્ય જનતા માટે બજારમાં રજૂ કરશે. જો કે આ ખૂબ જ ઓછા સમય માટે જારી કરવામાં આવશે.

દેશભરમાં નાના સિક્કાનું પ્રચલન ખતમ થઇ ગયા બાદ આરબીઆઇનું પૂરું જોર હવે મોટા ડિનોમિનેશન વાળા સિક્કા તરફ થઇ ગયું છે. આરબીઆઇએ કેટલાક ખાસ તકો પર આવા સિક્કા જારી કરતું રહે છે.

આ સિક્કા 44MMનો હશે અને એમાં ચાંદી, કોપર, નિકેલ અને જિંક મિક્સ હશે. સિક્કાની સામે વાળા ભાગમાં અશોક સ્તંભ હશે અને નીચે સત્યમેવ જયતે લખેલું હશે. તો સિક્કાની બંને બાજુ અંગ્રેજીમાં ઇન્ડિયા અને દેવનાગરી લિપિમાં ભારત લખેલું હશે.

આ ભાગ પર રૂપિયાનો સિમ્બોલ અને વચ્ચે 350 રૂપિયા લખેલું હશે. સિક્કાના પાછળના ભાગમાં શ્રી હરમિંદર જી પટના સાહિબ તખ્તનું ચિત્ર હશે. આ ચિત્રની ઉપર અને નીચેના ભાગમાં અંગ્રેજી અને દેવનાગરીમાં ‘શ્રી ગુરુ ગોવિંદ સિંહ જી નો 350મો ઉત્સવ લખેલો હશે.’ એની ઉપર 1666 2016 પણ લખેલું હશે.

આરબીઆઇના નોટિફિકેશનના પ્રમાણે સિક્કાનું વજન 34.65થી લઇને 35.35 ગ્રામની વચ્ચે હશે. આરબીઆઇએ એવું નથી જણાવ્યું કે બજારમાં કેચલા સિક્કા જારી કરશે.