રાહુલ ગાંધી : નોટબંધી સૌથી મોટી ભૂલ, GST રોજગાર ક્ષેત્રે બિનઅસરકારક

114
1358

રાહુલ ગાંધી કર્ણાટકના પ્રવાસે છે. કર્ણાટક ગયેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે મૈસૂરના મહારાણી આર્ટ મહિલા કોલેજના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી. પોતાના સંબોધનમાં રાહુલે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા.

નીરવ મોદી 22 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ રાહુલે કહ્યું, નીરવ મોદીએ બેન્કો પાસેથી 22 હજાર કરોડ રૂપિયા લીધા. શું કલ્પના કરી શકાય છે કે તમારી જેવી મહિલાઓને 22 હજાર કરોડ રૂપિયા આપવામાં આવે તો કેટલા બિઝનેસ ઉભા થઈ શકે ? આર્થિકરીતે આપણે સારો વિકાસ કરી રહ્યા છીએ પરંતુ નોકરીઓ તૈયાર કરી શકતા નથી. કેમકે જેના હાથમાં હુનર છે તેમને નાણાંકીય મદદ મળી શકતી નથી. સાચી મુશ્કેલી એ છે કે સમગ્ર દેશના રૂપિયા 15થી 20 લોકોના હાથમાં જઈ રહ્યા છે.

નોટબંધી સૌથી મોટી ભૂલ મારા મત અનુસાર નોટબંધી એક ભૂલ હતી. જે ના કરી હોત તો સારુ. નોટબંધીની સાથે-સાથે GSTએ ભારતની અર્થવ્યવસ્થા અને રોજગાર પર ઉંડી અસર કરી છે. જે રીતે નોટબંધી લાગુ કરવામાં આવી, તેની પર મને વાંધો હતો. આ પગલા વિશે RBIના ગવર્નર, મુખ્ય આર્થિક સલાહકાર, નાણાંમંત્રી કોઈને કંઈ પણ જાણકારી નહોતી. સંબોધન દરમિયાન કોલેજની એક વિદ્યાર્થિનીએ રાહુલની સાથે સેલ્ફી લીધી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં હાજર રહ્યા. આ દરમિયાન કેટલીક પ્રશ્નોત્તરી પણ થઈ. રાહુલ ગાંધી આગામી કર્ણાટક ચૂંટણીને લઈને રાજ્યનો પ્રવાસ કરી રહ્યા છે. પોતાના છેલ્લા પ્રવાસમાં તે મંદિરો-મઠોને લઈને ચર્ચ અને મસ્જિદો સુધી ગયા. કેટલીય જનસભાઓ કરી. આ જ અરસામાં તે શનિવારે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના ગૃહ જિલ્લા મૈસૂર ગયા છે.