ફી ના નિયમ અંગે વાલીઓએ કર્યો અનોખો વિરોધ

50
1365

ગુજરાતમાં વાલીઓ દ્વારા અવારનવાર ફી ના મુદ્દાને લઈ ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યા છે. તેવામાં અમદાવાદના એસજી હાઈવે પર વાલીઓ દ્વારા ફી નિયમ અંગે અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો.આ વિરોધમાં ઘણા વાલીઓ જોડાયા હતા.

આજે એસજી હાઈવે પર આવેલા કર્ણાવતી કલ્બ પાસે ફી નિયમનને લઈ વિરોધ બાબતે વાલીઓ દ્વારા 100 ફુટ લાંબુ એક પોસ્ટર બનાવવામાં આવ્યું હતું જેમાં સરકારે ફી નિયમન માટે કરેલી તમામ જાહેરાતોને દર્શાવવામાં આવી હતી.

તે સાથે જ વાલીઓ દ્વારા સરકાર પર આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા હતા અને વાલીઓ દ્ગારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે જ્યારે ચૂંટણી આવે ત્યારે સરકાર વાલીઓના પગમાં પડે છે.