પાકિસ્તાનમાં તપાસના આદેશ: શું નવાઝ શરીફે રૂ.328 અબજ ભારતને મોકલ્યા?

67
843

પાકિસ્તાનના નેશનલ એકાઉન્ટિબિલિટી બ્યુરો (એનએબી)એ ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ વિરૂદ્ધ તપાસનો આદેશ આપ્યો છે. એનએબીએ શરીફ અને તેઓના સહયોગીઓ સામે ભારતમાં 328 અબજ રૂપિયા મોકલવાનો આરોપ લગાવ્યો છે.

– એનએબીના નિવેદન અનુસાર, ભારતના નાણા મંત્રાલયને આ રકમ મોકલાવવામાં આવી હતી. ત્યારબાદ ભારતની ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં અચાનક તેજી આવી અને પાકિસ્તાનની વિદેશી મુદ્રામાં એટલી જ ઝડપથી ઘટાડો જોવા મળ્યો.
– હાલ, ભારતનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ (વિદેશી હૂંડિયામણ અનામત) 496 અબજ ડોલર છે, જ્યારે પાકિસ્તાનનું 17.7 અબજ ડોલર છે.
– એનએબીએ મીડિયા રિપોર્ટના આધારે આ તપાસના આદેશ આપ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ભારતમાં આટલી મોટી રકમ મોકલાવવાનો ઉલ્લેખ વર્લ્ડ બેંકની માઇગ્રેશન એન્ડ રેમિટન્સ બુક 2016માં છે.