આવી રહી છે ટાટા મોટર્સની સ્ટાઈલિશ SUV : TATA HARRIER

0
84

એજન્સી, નવી દિલ્હી

દેશની જાણીતી કાર કંપની ટાટા મોટર્સ પોતાની કાર્સને વધુ સ્ટાઈલિશ અને પર્ફોર્મન્સવાળી બનાવી રહી છે. હાલમાં જ કંપની દ્વારા જાહેર કરાયેલી SUV નેક્સોન માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. ત્યારે કંપની હવે તેનાથી વધુ એક મોડલ ઉપર H5X કોન્સેપ્ટ પરની SUV કારને ફાઈનલી રજૂ કરી છે. કંપનીએ આ કારને ટાટા હેરિયર નામ આપ્યું છે. ટાટા મોટર્સે આ વર્ષના ઓટો એક્સપોમાં H5X કન્સેપ્ટ વાળી આ કારને શોકેસ કરી હતી. ટાટાની નવી SUV નેક્સોન કરતા એક સ્ટેપ ઉપરનું મોડલ હશે. આ કારનું પ્રોડક્શન વર્ષના અંત સુધીમાં શરૂ થઈ જવાની ઉમ્મીદ છે, જ્યારે તેનું બુકિંગ 2019ના પહેલા ક્વાર્ટરમાં શરૂ કરવામાં આવશે.

નવી કાર વિશે વાત કરતા કંપનીના પ્રેસિડેન્ટ મયંક પરિખે કહ્યું, અમે ગર્વથી ઝડપ સાથે નવી કારને માર્કેટમાં ઉતારવા તરફ વધી રહ્યા છીએ. ટાટા હેરિયર અમારા ગ્રાહકો માટે એક્સાઈટિંગ બની રહેશે, તે માત્ર ગેમ ચેન્જર નહીં, પરંતુ અમારા બ્રાન્ડ વેલ્યૂમાં પણ ખૂબ વધારો કરશે. ટાટા હેરિયર ભારતમાં SUV માટે સેટ કરાયેલા તમામ બેન્ચમાર્કને તોડી દેશે. અમે આ કારને ગ્રાહકો સમક્ષ 2019ના પહેલા ક્વાર્ટમાં રજૂ કરવા માટે ઉત્સાહિત છીએ.

ટાટાની આ નવી કાર એકદમ નવા ઓપ્ટિમલ મોડ્યુલર એફિસીઅન્ટ ગ્લોબલ એડવાન્સ્ડ (OMEGA) મોનોક્યુ પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. આ નવું OMEGA ડિઝાનને જગુઆર લેન્ડ રોવર સાથે મળીને તૈયાર કરવામાં આવી છે અને તેની પ્રેરણા લેન્ડ રોવર D8 માંથી લેવામાં આવી છે. ટાટા હેરિયર ભારતની કાર નિર્માતા કંપનીની પહેલી એવી ડિઝાઈન હશે જે, IMPACT Design 2.0 પર આધારિત હશે.

કંપની દ્વારા રજૂ કરાયેલા કોન્સેપ્ટ મોડલને એકદમ નવી ડિઝાઈન માટે ખૂબ વખાણવામાં આવી રહ્યું છે. ટાટાની હેરિયર માર્કેટમાં પહેલાથી હાજર હ્યુંડાઈ ક્રેટા, રેનોલ્ટ કેપ્ટર અને જીપ કમ્પાસ જેવી કાર્સને ટક્કર આપશે. ટાટાની આ નવી SUV પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન વેરિયન્ટમાં ઉપલબ્ધ હશે. જેમાં જીપ કમ્પાસમાં રહેલા 2.0 લીટર ડીઝલ એન્જિન જેવું જ એન્જિન હશે. ટાટાએ કન્ફર્મ કર્યું છે કે તેમની આગામી નવી કાર્સ ફાઈવ સીટર્સ હશે.