અમદાવાદમાં છવાયું ટેલેન્ટનું સારેગામા: 130થી પણ વધુ બાળકોએ લીધો ભાગ

158
1629

રવિવારની સાંજ આ વખતે અમદાવાદીઓ માટે યાદગાર બની રહી હતી. અમદાવાદની સારેગામા સ્કુલ ઓફ એન્ટરટેઇન્મેન્ટમાં સિંગિંગ, ડાન્સિંગ વગેરે એકટીવીટીઝ શીખવા આવતા બાળકો માટે સ્કુલ દ્વારા પાલડી ખાતે આવેલા ટાગોર હોલમાં એક લાઈવ કોન્સર્ટ “રીધમ”નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 130થી પણ વધુ ભૂલકાઓએ ભાગ લીધો હતો. આ દ્વારા બાળકોને તેમની પ્રતિભા બહાર લાવવાની, સ્ટેજ ફીઅર દુર કરવાની તેમજ પોતાની ટેલેન્ટ ને પ્રદર્શિત કરવાની તક મળી હતી. દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમની શરૂઆત થયા બાદ દ્વારા એક સુંદર ગણેશવંદનાની રજૂઆત થઇ. તેના પછી બાળકોએ લગ જા ગલે, ઇત્તી સી હંસી જેવા ગીતો પર ડ્રમ, કી-બોર્ડ જેવા સાધનો વડે પરફોર્મ કરી વાતાવરણને સંગીતમય બનાવી દીધું હતું. તો બીજી બાજુ બોલીવુડ સોંગ્સ જેવા કે સ્વેગ સે કરેંગે સ્વાગત, ગલતી સે મિસ્ટેક, બુદ્ધુ સા મન પર સુંદર મજાના પોશાકોમાં પર્ફોર્મ કરી બાળકોએ દર્શકોના મન જીતી લીધા. આ ઉપરાંત રણવીરસિંહ અને દીપિકા પાદુકોણના પોપ્યુલર ગીતો જેવા કે દીવાની-મસ્તાની, ઘૂમર, મલ્હારી પર પણ છોકરાઓ અને છોકરીઓએ વારાફરતી ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું હતું. તેમજ “લાડકી” ગીત પરના નાની છોકરીઓના પરફોર્મન્સ દ્વારા સમાજમાં દીકરીઓને દીકરાઓ સમાન મહત્વ આપવાનો પણ સંદેશો આપવામાં આવ્યો હતો જેને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવા માં આવ્યું હતું.