અમિત શાહનો ચંન્દ્રબાબુ નાયડૂને ખુલ્લો પત્ર

148
1204

ચંન્દ્રબાબુ નાયડૂની પાર્ટી TDPએ એનડીએ સાથે છેડો ફડ્યા બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહે પહેલીવાર એક ખુલો પત્ર લખ્યો છે. TDP ચીફને લખેલા પત્રમાં અમિત શાહે તેમના નિર્ણય પર સવાલ ઉભા કર્યાં છે. શાહે કહ્યું છે કે, એનડીએ સરકારમાંથી અલગ થવાનો તેમનો (ચંદ્રબાબૂ)નો નિર્ણય એકતરફી અને રાજકીય ભાવનાઓથી પ્રેરિત હતો.
અમિત શાહે પત્રમાં જણાવ્યું હતું કે, આ નિર્ણય દુર્ભાગ્યપુર્ણ અને એકતરફી હતો. આ એક એવો નિર્ણય છે જેને વિકાસ સંબંધી યોજનાઓના બદલે રાજનૈતિક વિચારો પર આધારીત માની શકાય. આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો ન મળવાથી નારા તેલુગુ દેશમ પાર્ટીએ એનડીએથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. અમિત શાહે આ નિર્ણય પર પત્ર લખીને પ્રતિક્રિયા આપી છે.

પત્રમાં શાહે પોતાની પાર્ટી દ્વારા આંધ્ર પ્રદેશ માટે કરવામાં આવેલા કાર્યો ગણાવતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા લોકોના હિતોને સર્વોપરી રાખ્યો છે. વડપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશની જનતાના વિકાસ અને ખુશહાલી માટે કોઈ જ કસર બાકી રાખી નથી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ TDPએ ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએથી અલગ થવાની જાહેરાત કરી હતી.
ભાજપ અધ્યક્ષે વધુમાં ઉમેર્યું હ્તું કે, તમને યાદ હશે કે ગત લોકસભા એન રાજ્યસભાની ચૂંટણી દરમિયાન જ્યારે તમારી પાર્ટીનું યોગ્ય પ્રતિનિધિત્વ ન હતું, પરંતુ એ ભાજપ જ હતું જેણે એજન્ડા સેટ કર્યા અને એ સુનિશ્ચિત કર્યું કે, અથાગ પરિશ્રમ કરનારા બંને રાજ્યોના તેલુગુ લોકો સાથે ન્યાય થાય.