ચીફ કમિશનર કસ્ટમ્સ ડ્યુટી કેસી ગુપ્તાએ કહ્યું, કસ્ટમ્સ ડ્યૂટી ચોરીની જાણકારી આપનારને મળશે ઇનામ

179
1897

સોનું કે અન્ય વસ્તુઓની હેરાફેરી કરનારની જાણકારી આપનાર વ્યક્તિને કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ તેની કિંમતનું 20 ટકા ઇનામ આપશે. આ સાથે જ સૂચના આપનારનું નામ અને ઓળખ ગુપ્ત રાખવામા આવશે. આ વાત પોતે મુખ્ય આયુક્ત કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડનાં કેસી ગુપ્તાએ પ્રેસ કોન્ફરન્સમાં કહી છે.

ચીફ કમિશનર કસ્ટમ્સ ડ્યુટી કેસી ગુપ્તાએ કહ્યું, વિભાગે 2017-18માં 267 મામલાઓમાં 28.40 કરોડ રૂપિયા વસૂલ કર્યા છે. આ 2016-17માં વસૂલ કરેલા 14.46 કરોડ રૂપિયાથી લગભગ ડબલ છે. તેમણે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 13.50 કરોડ રૂપિયાના કિંમતનું 45 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. જેમાં મુગલસરાય સ્ટેશન પર એક વ્યક્તિ પાસેથી 3.45 કરોડનું 11.23 કિલો સોનું ઝડપી પાડ્વામાં આવ્યુ હતું.

અમૌસી એરપોર્ટ પર ઘરેલૂ ઉડાનમાં સીટ નીચે 36 લાખ રૂપિયાનું ત્રણ કિલો સોનું પકડ્યુ હતું. એક અન્ય મામલામાં 38.79 લાખનું 1.25 કિલો પણ ઝડપી પાડ્વામાં આવ્યુ હતું. આ સિવાય 3.75 કરોડનું 1.5 લાખ કિલો વિદેશી સોપારી પણ ઝડપી હતી.

આ દરમિયાન દાણચોરીમાં સામેલ 18 લોકોની ધરપકડ કરવામા આવી છે. તેમને જણાવ્યું કે, જો જનતા મદદ કરે તો દાણચોરી પર લગામ લગાવી શકાય છે. આ માટે વિભાગની ઓફિસ કે વેબસાઇટ પર સુચના આપી શકાય છે. જાણકારી પાક્કી હોવા પર તેમને ઇનામ આપવામા આવશે.