બીજેપી બહુમત સાબિત કરી શકશે ? આ ૪ વિકલ્પ હોઈ શકે છે

124
1395

કર્ણાટકમાં ૧૦૪ સીટોવાળી બીજેપી સરકારને બહુમતનો આંકડો હાંસલ કરવા માટે ૭ ધારાસભ્યોની જરૂર છે, પરંતુ કોંગ્રેસ અને જેડીએસ બંનેનું એવું કહેવું છે કે, તેમના તમામ ધારાસભ્યો તેમની સાથે છે, તેવામાં બીજેપી કેવી રીતે બહુમત સાબિત કરી શકે છે તેના ચાર વિકલ્પ જાણીએ

વિકલ્પઃ- ૧
બીજેપી, કોંગ્રેસ અને જેડીએસના ૧૪ ધારાસભ્યોને રાજીનામું અપાવે, આ સ્થિતિમાં સદનમાં ધારાસભ્યોની કુલ સંખ્યા ૨૨૧ થી ૨૦૭ થઈ જશે અને આ આંકડા પર બીજેપી ૧૦૪ સીટથી બહુમત હાંસલ કરી શકે છે.

વિકલ્પઃ-૨
બીજેપી ના કહેવા પર કોંગ્રેસ અને જેડીએસના ૧૪ ધારાસભ્યો વોટિંગ દરમિયાન સદનમાં ગેરહાજર રહે. ત્યારે બીજેપી ૧૦૪ સીટો સાથે બહુમત મેળવી શકે છે.

વિકલ્પઃ-૩
કોંગ્રેસ અને જેડીએસ ના ૭ ધારાસભ્યો બીજેપીના પક્ષમાં વોટિંગ કરે તો આ સ્થિતિમાં ભલે ૭ ધારાસભ્યોની સદસ્યતા જતી રહે, પરંતુ બીજેપી ૧૧૧ વોટ સાથે બહુમત પ્રાપ્ત કરી શકે છે.

વિકલ્પઃ-૪
બીજેપી જો કોંગ્રેસ અને જેડીએસના બે તૃતિયાંશ(૨/૩) ધારાસભ્યોને તોડી નાખે તો તેઓ દલ બદલ કાયદાથી બચી જશે. પરંતુ આના માટે બીજેપી એ કોંગ્રેસના ૫૨ અને જેડીએસ ના ૨૬ ધારાસભ્યોને રાજી કરવા પડશે.