મહિલા ટી-20 ટ્રાઇ સીરીઝ: ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયા સાથે ટકરાશે

122
1426

ભારતે ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે શ્રેણી ૩-૦થી ગુમાવ્યા બાદ ભારતીય મહિલા ટીમ હવે કાલથી ટી-૨૦ ત્રિકોણીય શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. આ ત્રિકોણીય શ્રેણીમાં ત્રીજી ટીમ ઈંગ્લેન્ડની રહેશે. ભારતીય ટીમની કેપ્ટનશીપ હરમનપ્રિત કૌર સંભાળશે. જ્યારે મિતાલી રાજ સિનીયર ખેલાડી તરીકે ટીમમાં રહેશે.

ભારતીય ટીમ લાંબા સમયથી ઈજાગ્રસ્ત ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામી આ શ્રેણીથી ટીમમાં વાપસી કરી રહી છે. જેથી ભારતીય ટીમને થોડી મજબુતી મળશે. જોકે, વન-ડે બાદ ટી-૨૦ શ્રેણીમાં પણ ભારત સામે ઓસ્ટ્રેલિયાનુ પલડું ભારે રહેશે. ઓસ્ટ્રેલિયાએ જે રીતે વન-ડે શ્રેણીમાં ભારતને એક તરફી રીતે હરાવ્યુ હતું તે જાતા ભારતની મુશ્કેલીમાં વધારો થયો છે.

ભારતીય મહિલા વન-ડે ટીમની કેપ્ટન મિતાલી રાજે પણ ટીમ પાસે બેચ સ્ટ્રેંથનો અભાવ હોવાની વાત સ્વીકારી છે. મિતાલીનુ કહેવુ છે કે યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડી બનવામાં હજી ઓછામાં ઓછો ૨ વર્ષનો સમય લાગશે. ઓસ્ટ્રેલિયા સામેની વન-ડેમાં ખરાબ પ્રદર્શન છતાં ટીમ ઈન્ડિયા પાસે અત્યારે એવા કોઈ વિકલ્પ નથી કે જેથી ટીમમાં કોઈ મોટુ પરિવર્તન કરી શકાય. ત્રિકોણીય શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા ઉપરાંત ઈંગ્લેન્ડની ટીમ પણ મજબુત છે. જેથી ભારતની મુશ્કેલી વધવાની છે તે નક્કી છે. જો કે, ભારતને પોતાની ટીમના કેપ્ટન અને આક્રમક બેટ્સમેન એવા હરમનપ્રિત કૌર પાસે વિજયી પ્રદર્શનની આશા રહેશે.