હિમાચલ માં ૧૫ વર્ષીય સગીરા સાથે ગેંગ રેપ

78
1053

કઠુઆ અને ઉન્નાવ સામુહિક બળાત્કાર કેસને પગલે સમગ્રદેશમાં ચાલી રહેલો રોષ અત્યારે રોકાયો નથી ત્યારે હિમાચલ પ્રદેશમાં આવેલા પાલમપુર વિસ્તાર માં જંગલમાં લઈ જઈ વધુ એક સામુહિક બળાત્કાર ની ઘટના સામે આવી છે.

હિમાચલ ના પાલમપુર વિસ્તારમાં ૧૫ વર્ષીય બાળકી સાથે સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ બાળકી પોતાના મિત્ર સાથે મંદિરે થી દર્શન કરીને પછી ફરી રહી હતી.

હિમાચલમાં બહુચર્ચિત ગુડિયા રેપ કાંડ બાદ હવે પાલમપુર નજીક જંગલમાં પાંચ લોકોએ ૧૫ વર્ષની એક યુવતી સાથે કથિતરીતે બળાત્કાર કર્યો છે. કાંગડા જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારી સંતોષ પટિઆલીએ જણાવ્યુ કે શુક્રવારે પાલનપુરના મશહૂર ગઢ માતા મંદિરમાં દર્શન કરીને પાછા ફરતા સમયે પીડિતા અને તેના પુરષ મિત્ર પર હુમલો થયો.

આ ઘટનામાં થયેલ હુમલામાં પીડિતાનો મિત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. તેમણે જણાવ્યુ કે પીડિતાનું અપહરણ કરીને જંગલોની વચ્ચે લઈ ગયા અને ત્યાં તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો. આ સંબંધમાં પાંચ લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. કાંગડા પોલીસ અધિકારીએ જણાવ્યુ કે કેસ નોંધી લેવાયો છે અને તપાસ ચાલી રહી છે. આરોપીઓ સાથે કડક વર્તન કરાશે.