બરાક ઓબામા હવે પત્ની મિશેલ સાથે મળીને શરુ કરશે નવો પ્રોજેક્ટ

108
1751

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમના પત્ની મિશેલે નેટફ્લિક્સ સાથે એક ડીલ કરી છે. જેના અંતર્ગત હવે તેઓ નેટફ્લિક્સ માટે ટીવી શો અને ફિલ્મ પ્રોડ્યુસ કરશે. નેટફ્લિક્સ દ્વારા આ વાતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ડીલ અંતર્ગત ઓબામા અને પત્ની મિશેલ સ્ક્રિપ્ટેડ અને અનસ્ક્રિપ્ટેડ સિરીઝ પર કામ કરશે. તેઓ ડોક્યુમેન્ટ્રી અને ફિચર ફિલ્મોનું પણ નિર્માણ કરશે. બરાક ઓબામા આ નવા પ્રોજેક્ટ વિશે બહુ ઉત્સાહિત છે.
બરાક ઓબામાએ કહ્યું છે અમારા માટે આ કામ કોઈ ખુશીથી ઓછું નથી. આ કામ દરમિયાન અમને અનેક લોકોને મળવાની તક મળી છે જેમની અલગ અલગ પ્રકાર ની વાર્તા છે. અમે અમારા અનુભવો લોકો સુધી પહોંચાડીશું. જયારે મિશેલે આ પ્રોજેક્ટ વિશે જણાવતા કહ્યું હતું હું અને બરાક હંમેશા સ્ટોરી ટેલિંગમાં માનીએ છીએ અને અમને લાગે છે કે એનાથી લોકોને પ્રેરણા મળે છે તેમજ તેમની વિચારવાની ક્ષમતા વધે છે.
નેટફ્લિક્સ દુનિયાનું સૌથી મોટું ઓનલાઇન સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ છે. જેના આખી દુનિયામાં લગભગ 125 મિલિયન સબસ્ક્રાઇબર્સ છે. એની શરૂઆત 1997માં રીડ હેસ્ટિંગ તેમજ માર્ક રેન્ડોલ્ફ દ્વારા કરવામાં આવી હતી અને 2007માં નેટફ્લિક્સ દ્વારા બિઝનેસ વધારવા માટે ઓનલાઇન સ્ટ્રિમિંગની શરૂઆત કરવામાં આવી હતી. નેટફ્લિક્સે 2016માં 16 ઓરિજિનલ સિરીઝ અને ફિલ્મ રિલીઝ કરી હતી.