ઉત્તર પ્રદેશમાં અખિલેશે આપ્યા મોટા ગઠબંઘનના સંકેત, કહ્યું- જરૂરી છે

7
512

પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ગોરખપુરની જીતને એટલા માટે મહત્વની ગણાવી કારણકે તેને બીજેપીનો ગઢ માનવામાં આવતો હતો.

ગોરખપુર અને ફૂલપુર સંસદ બેઠકની પેટાચૂંટણીમાં જીત બાદ સપા અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ભવિષ્યની રણનીતિના સંકેત આપ્યા છે. તેઓએ ઘરમાં કોઈ પ્રકારના ખટરાગની વાત નકારી દીધી. સાથોસાથ કહ્યું કે મોદીની અહંકારી નીતિઓની હાર થઈ છે. દબાયેલા-કચડાયેલાંની એકતા દેશમાં ફેલાશે. ગોરખપુરની જીતને એટલા માટે મહત્વપૂર્ણ કહેવામાં આવે છે કારણ કે આ બીજેપીનો ગઢ છે. તેઓએ આગામી લોકસભા ચૂંટણી પહેલા મોટા ગઠબંધનના સંકેત આપતા કહ્યું કે પરિવર્તન માટે સૌનો સાથ જરૂરી છે.