અજય ની “રેડ” ૧૦૦ કરોડ ની સફર તરફ

107
964

ટોચના અભિનેતા ફિલ્મ સર્જક અજય દેવગણને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી ફિલ્મ રેડે બીજા સપ્તાહમાં ૯૦ કરોડ કમાઇ લઇને ૧૦૦ કરોડ તરફ દોટ મૂકી હોવાની માહિતી મળી હતી.

ટ્રેડ પંડિત તરણ આદર્શે ટ્વીટર પર આ માહિતી મૂકતાં લખ્યું હતું કે અજય અભિનિત આ ફિલ્મ પણ ૧૦૦ કરોડની કમાણી કરશે એવી અમને સૌને ખાતરી થઇ ચૂકી છે.

રેડ ફિલ્મમાં ઉત્તર પ્રદેશમાં ફરજ બજાવતાં કોઇની સાડાબારી રાખ્યા વિના એક અતિ મહાન સાંસદને ત્યાં દરોડા પાડીને ગેરકાયદેસર સંપત્તિ અને જ્વેલરી કબજે કરનારા ઇન્કમટેક્સ અધિકારીની સત્ય ઘટના પર આ ફિલ્મની સ્ટોરી આધારિત છે.

આ ફિલ્મે રાની મુખર્જીની હિચકી સાથે બરાબરની ટક્કર લીધી હતી. જો કે આજે શુક્રવાર ૩૦મી માર્ચે વધુ એક ફિલ્મ સાથે રેડે ટક્કર લેવી પડશે. ટાઇગર શ્રોફ અને એની ગર્લફ્રેન્ડ દિશા પટનીને મુખ્ય રોલમાં રજૂ કરતી અહમદ ખાનની બાગી ટુ આજે રજૂ થઇ રહી છે. આ ફિલ્મમાં ટાઇગરે દિલધડક સ્ટંટ કર્યા હોવાનું કહેવાય છે. એટલે આજથી હિચકી ઉપરાંત રેડે બાગી ટુ સાથે ટક્કર ઝીલવાની રહેશે. જો કે ટ્રેડ પંડિતો દ્રઢપણે માને છે કે રેડ ૧૦૦ કરોડનો આંકડો ખુબ જલ્દી પાર કરી જશે.