એર ઈન્ડિયાના વેચાણ મામલે સરકાર દ્વારા થઇ નવી જાહેરાત

102
1000

એર ઈન્ડિયાના વેચવા અંગે સરકાર પર ભારે દબાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ અંગે નવી બાબત સામે આવી રહી છે. સરકાર તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે જો યોગ્ય કિંમત નહીં મળે તો સરકાર એરલાઈન કંપનીને નહીં વેચે. એવિએશન સેક્રેટરી આર એન ચૌબેએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જો બિડ પ્રાઈઝ વાજબી નહી હોય તો સરકાર નક્કી કરશે કે એર ઈન્ડિયાને વેચવું કે નહીં. સરકારે એર ઈન્ડિયામાં પોતાનો 76 ટકા હિસ્સો વેચવા માટે બિડ મંગાવી છે. તેમજ આ વર્ષના ડિસેમ્બરમાં કંપનીને નવા માલિકને મેનેજમેન્ટ આપી દેવાની યોજના બનાવી છે. સરકારે કંપની માટે સૌથી ઊંચી બોલી લગાવનાર વ્યક્તિ માટેનો નિર્ણય આ વર્ષના ઓગસ્ટ સુધીમાં લેવાની યોજના વિચારી છે. કંપનીના નવા માલિકે ત્યાં સુધીમાં રેગ્યુલેટરી પાસેથી મંજૂરી મેળવાની રહેશે. આ માટે સૌથી ઊંચી બોલી બિડ આપનાર અને સ્ટેક સેલ પહેલા કેટલીક બાકી રહેલી ચીજો જેવી કે કંપનીની સબ્સટેન્શિયલ ઓનરશિપ એન્ડ ઈફેક્ટિવ ઓનરશિપ ક્રાઈટેરિયા પર ખરુ ઉતરવાનું રહેશે. તે સાથે સિક્યુરિટી ક્લિયરન્સ પણ લેવાનું રહેશે. સરકાર હાલ એર ઈન્ડિયાની ફ્લોર પ્રાઈઝ નક્કી કરવાની પ્રક્રિયામાં પડી છે. તેનો અર્થ એવો થાય છે કે સરકાર એર ઈન્ડિયામાં હિસ્સો સસ્તા ભાવમાં નહીં વેચે.