અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 2 કિલો સોનુ પકડાયુ

1
41

અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશથી આવેલા બે શંકાસ્પદ પેસેન્જરો પાસેથી બે કિલોગ્રામ દાણચોરીનુ ગોલ્ડ કસ્ટમના એર ઇન્ટેલીજન્સ વિભાગે જપ્ત કર્યુ છે.

વહેલી સવારે ફ્લાઇટમાં આવેલા બંને પેસેન્જરોની કસ્ટમ વિભાગે પુછપરછ કરી હતી જો કે,પેસેન્જરોએ સંતોષકારક જવાબ આપ્યો નહતો. બંનેની શંકાસ્પદ વર્તણુક પરથી કસ્ટમ વિભાગને શંકા જતા તેમનો સામાન ચેક કરતા તેમાંથી દાણચારીનુ ૨ કિલોગ્રામ સોનુ કિમંત અંદાજે ૬૫ લાખનુ મળી આવ્યુ હતુ.

કસ્ટમ વિભાગે બંને સામે કાર્યવાહી ચાલુ રાખી છે, બંને પેસેન્જરો કેરિયર હાવાનુ અને યુપીમાં રહેતા હોવાનુ બહાર આવ્યુ છે. આ સોનુ તેઓ બાયકાર યુપી લઇ જવાના હતા કે કોઇ વેપારીને આપી દેવાના હતા તેની તપાસ બાદ સાચી હકિકત બહાર આવશે