ક્ઠુઆ માં ૮ વર્ષની બાળકી નો રેપ કરી હત્યા, પોલીસે કહ્યું-ઉભા રહો હું પણ રેપ કરીશ

98
681

જમ્મુ-કાશ્મીર માં આવેલા કઠુઆ જિલ્લામાં ૮ વર્ષની એક બાળકી સાથે ગેંગરેપ કરીને તેની નિર્મમ રીતે હત્યાના કેસમાં પોલીસે ૮ આરોપીઓ સામે ચાર્જસીટ રજૂ કરી છે. ચાર્જશીટમાં રેપ અને હત્યાનો મુખ્ય આરોપી સંજીરામ છે.

આસિફા માત્ર 8 વર્ષની જ હતી સોશિયલ મીડિયા પર Justice for asifa અભિયાન ચાલી રહ્યું છે,લોકો આસિફા માટે ન્યાય માગી રહ્યા છે,

આ ઘટના મીડિયામાં આવ્યા પછી સોશિયલ મીડિયા ઉપર Justice for Asifa અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દરેક લોકો આસિફા બાનુ માટે ન્યાયની માગણી કરી રહ્યા છે. જોકે પોલીસતંત્ર દ્વારા આ કાર્યવાહી ને ધીમીગતીએ ચલાવી રહ્યા છે. આપણાં દેશમાં ૬ વર્ષ પહેલાં બનેલા નિર્ભયા કેસમાં પણ હજુ આરોપીઓ જીવીત છે ત્યારે આસિફાને ક્યારે ન્યાય મળશે તે તો સમય જ બતાવશે.

શું હતી આ સમગ્ર ઘટના?

૧૨ જાન્યુઆરીએ મૃત બાળકીના પિતા મોહમ્મદ યુસુફે હીરાનગર પોલીસ સ્ટેશનમાં તેમની બાળકી ગુમ થયાની ફરિયાદ લખાવી હતી. તેમણે ફરિયાદમાં લખાવ્યું હતું કે, તેમની બાળકી ૧૦ જાન્યુઆરીએ જંગલમાં ઘાસ લેવા ગઈ હતી પછી પરત આવી નથી. પોલીસે તપાસ કરીને નિવૃત્ત ઓફિસરના ભત્રીજાની ધરપકડ કરી લીધી છે. ત્યારપછી ૨૨ જાન્યુઆરીએ આ કેસ ક્રાઈમબ્રાન્ચને સોપી દેવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી દીધી છે. તે સાથે જ આરોપી સાંજી રામ સહિત આ કેસ સાથે જોડાયેલા વિશેષ પોલીસ અધિકારી દીપક ખજૂરિયા, સુરંદર કુમાર, પ્રવેશ કુમાર, સહાયક પોલીસ ઈન્સપેક્ટર અને હેડ કોન્સ્ટેબલ તિલક રાજને પણ પુરાવા નાબુદ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ચાર્જશીટ પ્રમાણે રામે જ ભત્રીજાને છોકરીનું અપહરણ કરવાનું કહ્યું હતું. તેને ખબર હતી કે આ છોકરી ઘણી વખત જંગલમાં આવે છે. આરોપીએ આ વખતે જ વિશેષ પોલીસ અધિકારીને તેના કાવતરાંમાં સામેલ કર્યો હતો. આટલું જ નહીં, તેણે આ વખતે તેના ભત્રીજા જોડે ઉત્તેજક દવાઓ પણ મંગાવી હતી.

કેવી રીતે કર્યું બાળકીનું અપહરણ

સંજીરામના કહેવાથી તેના સગીર ભત્રીજાએ છોકરીને જોઈ અને જંગલમાં જાનવરો હોવાની વાત કરી હતી. આ બહાને તે છોકરીને થોડો દૂર લઈ ગયો હતો. ત્યારપછી તેણે છોકરીના ગળા ઉપર હુમલો કરીને તેને નીચે પાડી દીધી હતી. આ દરમિયાન છોકરી સાથે સગીર ભત્રીજો અને તેના સાથે મન્નૂએ રેપ કર્યો હતો.

બાળકીનો રેપ કર્યા પછી બંને તેને મંદિરમાં લઈ ગયા અને ત્યાં પ્રાર્થના રૂમમાં તેને બંધક બનાવીને રાખવામાં આવી હતી. સગીર ભત્રીજાએ છોકરીનું અપહરણ કર્યું હોવાની માહિતી બીજા દિવસે અન્ય આરોપી વિશાલ જંગોત્રાને આપી હતી. તેણે રેપ માટે વિશાલને મેરઠથી બોલાવ્યો હતો. ૧૨ જાન્યુઆરીએ વિશાલ જંગોત્રા પહોંચ્યો હતો.

પોલીસ અધિકારીએ કહ્યું- ઉભા રહો હું પણ રેપ કરીશ

FIR માં જણાવ્યા અનુસાર જ્યારે રામે સતત બાળકી સાથે દુષ્કર્મ કર્યા પછી તેની હત્યા કરીને તેને ઠેકાણે પાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે આરોપીઓએ પોલીસ દીપક ખજુરિયાને ફોન કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે, થોડી રાહ જુઓ, હું પણ રેપ કરીશ.

સગીરાનો રેપ કર્યા પછી ૮ વર્ષની બાળકીનું ગળુ દબાવીને તેને પહેલાં બેભાન કરી દેવામાં આવી. ત્યારબાદ માથા પર પથ્થર મારીને સગીરાનું માથું છુંદી નાખવામાં આવ્યું હતું. ઘટનાનો મુખ્ય આરોપી ૬૦ વર્ષનો પોલીસ અધિકારી સાંઝીરામ છે.