સની લિયોન ૧૫ માર્ચથી કોસ્મેટિક લાઇન શરૂ કરશે

50
876

પોર્ન સ્ટારથી બોલિવૂડ અભિનેત્રી બનનાર સની લિયોન વીબર હવે પોતાનું નસીબ કોસ્મેટિક ઉત્પાદકમાં અજમાવવાની છે. નવા વેપારની જાહેરાત સનીએ સોશિયલ મીડિયા પર કરી હતી. સનીએ એક તસવીર શેયર કરીને તેના ફેન્સને જણાવ્યું હતું કે પંદરમી માર્ચથી સ્ટા સ્ટ્રક બાય સની લોન્ચ કરી રહી છું. તમારી શુભેચ્છાની તાતી જરૂર છે. પંદરમી માર્ચથી મારી નવી કોસ્મેટિક લાઇન શરૂ કરી રહી છું જે વિશ્વભરના શોપિંગ મોલ્સ તેમ જ બિગબજારમાં ઉપલબ્ધ રહેશે. સનીએ જણાવ્યું હતું કે પંદરમી માર્ચથી નવા વેપારમાં ઝંપલાવી રહી છું તેમ જ મારી દત્તક પુત્રી નિશાને પણ સમય આપી રહી છું. આ મારા જીવનનો સૌથી સુંદર અનુભવ છે.