ત્રિપુરા, નાગાલેન્ડમાં બીજેપીને જોરદાર ફાયદો, મેઘાલયમાં કોંગ્રેસ આગળ

1
861

નોર્થ ઈસ્ટના ત્રણ રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભાની ચૂંટણીના મતોની ગણતરી શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલાં બેલેટ પેપરની ગણતરી કરવામાં આવી હતી. આ રાજ્યોમાં લેફ્ટ,કોંગ્રેસ અને બીજેપી સહિત સ્થાનિક પાર્ટીઓ માટે ચૂંટણીમાં કરો યા મરો જેવી સ્થિતિ છે. બીજેપી અને આરએસએસએ ત્રણેય રાજ્યોના અંતરિયાળ ગામડાઓ સુધી કામ કર્યું છે. જ્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહની ટીમે આક્રમક કેમ્પેઈનિંગ કર્યું હતું. મેઘાલયમાં કોંગ્રેસની મુકુલ સંગમા સરકાર અને નાગાલેન્ડમાં નગા પીપુલ્સ ફ્રન્ટની હાલની સરકારને બીજેપીથી ટક્કર મળી રહી છે. ત્રિપુરા અને નાગાલેન્ડમાં બીજેપીને જોરદાર ફાયદો મળતો જણાઈ રહ્યો છે જ્યારે મેઘાલયમાં કોંગ્રેસ આગળ છે. બે રાજ્યોમાં બીજેપીના સારા પ્રદર્શનથી કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.